તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 10th August 2024
નર્મદા જિલ્લામાં બે દિવસમાં 2 સગીર દીકરી અને એક સગીર દીકરાના અપહરણથી વાલીઓમાં ભય ફેલાયો
ગરુડેશ્વર બાદ નાંદોદ તાલુકામાંથી સગીર દીકરીનું અપહરણ કરાયું:મોબાઈલ યુગમાં છાસવારે અપહરણ, બળાત્કાર જેવી ઘટના પોલીસ ચોપડે નોંધાઈ છે

(ભરત શાહ દ્વારા) રાજપીપળા:નર્મદા જિલ્લામાં બે દિવસમાં ત્રણ સગીરાઓના અપહરણની ઘટના પોલીસ દફતરે નોંધાઈ છે
મળતી માહિતી અનુસાર નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકા બાદ બીજા જ દિવસે નાંદોદ તાલુકાના એક ગામ માંથી સગીર વયની દીકરી નું અપહરણ થયાની ઘટના પોલીસ ચોપડે નોંધાઈ છે. જેમાં ધર્મેદ્રભાઈ નાનુભાઈ વસાવા (રહે. તા.નાંદોદ જી.નર્મદા) નાઓ એ લગ્ન કરવાની લાલચ આપી સગીર દીકરી ને પટાવી ફોસલાવી તા.૦૭/૦૮/૨૦૨૪ ના રોજ વાલીપણામાંથી અપહરણ કરી લઈ ગયો હતો.
જ્યારે સાગબારા તાલુકામાંથી એક સગીર વયના દીકરાનું અપહરણ કરવામાં આવ્યું જેમાં પાનખલા ઉચ્ચતર માધ્યમિક શાળામાં અભ્યાસ કરતો દીકરો જેનું ભણવામાં મન ન લાગતા તા.૨૮/૦૭/૨૦૨૪ ના રોજ વહેલી સવારના છ વાગ્યાના અરસામા સાગબારા હોસ્ટેલમા જાઉ છુ તેમ કહી ઘરેથી નીકળી કયાક જતો રહેલ હોય અથવા કોઇ અજાણ્યા ઇસમે સગીર દિકરાને કાયદેસરના વાલીપણા માંથી ભગાડી લઇ ગયો હોય એવી સગીર દીકરા ના પિતા એ પોલીસ ને જાણ કરતા ઉપરોક્ત બંને બનાવ બાબતે પોલીસે તપાસ હાથ ધરી છે.
(11:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
