તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 10th August 2024
રાજપીપળાના એક વ્યક્તિ વ્યાજના ચક્કરમાં ઘર છોડી જતા રહ્યા : પોલીસ તપાસ શરૂ
રાજસ્થાની પરિવારનો વ્યક્તિ તેના મૃતક ભાઈએ લીધેલા લાખો રૂપિયાનું વ્યાજ ભરી પાયમાલ થઈ જતાં આખરે ગામ છોડી જતા રહ્યા

(ભરત શાહ દ્વારા) રાજપીપળા: નર્મદા જિલ્લામાં વ્યાજના ચક્કરમાં ઘણા લોકો ખોટું પગલું ભરતા જોવા મળે છે જેમાં હાલમાં પણ એક વ્યક્તિ વ્યાજ નહિ ભરી શકવાના કારણે ઘરે થી ક્યાંક ચાલ્યો જતા પોલીસ શોધી રહી છે.
સૂત્રોમાંથી જાણવા મળ્યા મુજબ રાજપીપળામાં રહેતા એક રાજસ્થાની પરિવારના વ્યક્તિ ને તેના મૃતક ભાઈએ લીધેલા લગભગ ૩૦ લાખ રૂપિયા જેવી માતબર રકમનું દેવું હોય જેમાં નાના ભાઈ તેનું વ્યાજ ભરતા આવ્યા હતા પરંતુ આ કારમી મોંઘવારીમાં દર મહિને અંદાજે ૨૦ હજાર જેવું વ્યાજ ભરવું ભલભલાને ભારે પડે છે તેમ છતાં ઘણા સમયથી નાના ભાઈ મોટા ભાઈ એ વ્યાજે લીધેલી માતબર રકમનું વ્યાજ ભરતા હતા પરંતુ હવે તેમને પણ દેવું થઈ જતાં વ્યાજ ક્યાંથી લાવવું અને વ્યાજ નહિ આપે તો રકમ વધતી જાય કે વ્યાજે રૂપિયા આપનાર કદાચ ધમકી પણ આપી તેવા ડરે આખરે નાના ભાઈ રાજપીપળા પોતાના પરિવાર ને છોડી ને ક્યાંક ચાલ્યા જતા આ બાબત રાજપીપળા પોલીસ મથકે પહોંચતા પોલીસે નાશી ગયેલા વ્યક્તિ ના મોબાઈલ લોકેશન, સીસીટીવી ફૂટેજ સહિત ની બાબતે તપાસ શરૂ કરી છે.
(11:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
