<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 10th August 2024

બનાસકાંઠા જિલ્લાના દાંતાની પાન્છા ગામની વિદેશમાં સ્થાયી શિક્ષિકા અંગે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ નું નિવેદન : ગેરહાજર શિક્ષિકા સામે તપાસ કરી કાર્યવાહી કરાશે

પાસપોર્ટ ધરાવતા હોય અને વિદેશમાં સ્થાયી થયા હોય તો ઇમિગ્રેશન દ્વારા સંપૂર્ણ માહિતી બહાર આવી જતી હોય છે તેના આધારે આમાં પણ રેકોર્ડ પ્રમાણે પગલાં ભરવામાં આવશે

ગાંધીનગર તા.૧૦ :  ગુજરાત શિક્ષણ વિભાગની બેદરકારી ફરી એકવખત સામે આવી છે. બનાસકાંઠાના પાન્છા પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા શિક્ષિકા વર્ષોથી વિદેશમાં સ્થાયી છે. ભાવનાબેન નામની શિક્ષિકા વિદેશમાં રહે છે અને હજી શાળામાં હાજર બોલે છે. તે ન તો શાળામાં હાજર થઈ રહ્યા છે, ન તો રાજીનામુ આપી રહ્યાં છે. તેને લઈને આરોગ્ય મંત્રીએ નિવેદન આપ્યું છે કે, સંપૂર્ણ બાબતે તપાસ કરી કાર્યવાહી કરવામાં આવશે.  

આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ જણાવ્યું છે કે, પાસપોર્ટ ધરાવતા હોય અને વિદેશમાં સ્થાયી થયા હોય તો ઇમિગ્રેશન દ્વારા સંપૂર્ણ માહિતી બહાર આવી જતી હોય છે. તો આમાં પણ રેકોર્ડ પ્રમાણે પગલાં ભરવામાં આવશે. આ સંપૂર્ણ બાબતે તપાસ કરીને કાર્યવાહી પણ કરવામાં આવશે.

(4:20 PM IST)