News of Saturday, 10th August 2024
અમદાવાદમાં ૧૪ લાખની કિંમતના એમડી ડ્રગ્સ સાથે ૩ ઝડપાયા

અમદાવાદઃ શહેરમાં આજે સવારે આશ્રમ રોડ ઉપર પોલીસ દ્વારા એમડી ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું છે. જેની કિમત ૧૪ લાખ રૂપિયાની છે. જેમાં ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. અને પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ગુજરાતમાં અવનવા ડ્રગ્સનો જથ્થો પકડવામાં આવે છે. જે ભાગરૂપે આજે અમદાવાદમાં આશ્રમ રોડ ઉપર આવેલી એમ.જે લાઈબ્રેરી પાસેથી ૧૪૩.૩૩૦ ગ્રામનું ડ્રગ્સ એમડી ડ્રગ્સ પકડવામાં આવ્યું છે. જેની કિંમત ૧૪ લાખ રૂપિયા બતાવામાં આવે છે. જેમાં ત્રણ આરોપીની ધરપકડ પણ કરવામાં આવી રહી છે. પોલીસ દ્વારા હવે આ એમડી ડ્રગ્સ કયાથી આવ્યું અને કોને આપવાનું હતું. તેની જાણકારી પોલીસ મેળવી રહી છે.
આશ્રમ રોડ ઉપર આવેલી એલ.જે લાઈબ્રેરી સામેથી પોલીસે ત્રણ શકાંસ્પદ વ્યક્તિની ધરપકડ કરી હતી. અને તેમને પુછપરછ કરતા તેમની પાસેથી ડ્રગ્સ મળી આવ્યું હતુ. અને બજારમાં જેની કિંમત ૧૪ લાખ રૂપિયા થાય છે. જેથી પોલીસે ત્રણે આરોપીને પકડીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
(4:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
