<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 10th August 2024

અમદાવાદના વસ્ત્રાપુર લેકના રિ-ડેવલોપમેન્ટની ડિઝાઈનમાં કરાયો ફેરફાર : હવે એમ્ફી થિયેટરની જગ્યાએ ફૂડ કોર્ટ બનશે

55 જેટલા ફૂડ સ્ટોલ ઉભા કરીને ભાડે આપવામાં આવશે, તળાવ ફરતે દબાણ દૂર કરાશે

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા શહેરના વસ્ત્રાપુર તળાવ-ગાર્ડનમાં ફૂડ કોર્ટ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેના માટે વસ્ત્રાપુર તળાવના રિડેવલપમેન્ટની ડિઝાઇનમાં ફેરફાર અને ફૂડ કોર્ટ મળીને કુલ 7 કરોડ રૂપિયાનો વધારે ખર્ચ કરવામાં આવશે.

.AMC દ્વારા જણાવવામાં આવ્યું છે કે, વસ્ત્રાપુર ગાર્ડનની બહાર ઉભી રહેતી ખાણી-પીણીની લારીઓના એઠવાડના કારણે ઉંદરનો ત્રાસ વધી ગયો હતો. આ ઉંદરોએ આખું તળાવ ખોતરી નાંખ્યું હતુ. જો કે હવે વસ્ત્રાપુર તળાવ ખાતે આવેલા એમ્ફી થિયેટરની જગ્યામાં જ 5580 ચોરસ મીટર વિસ્તારમાં ફૂડ કોર્ટ ઉભુ કરવામાં આવશે. જેમાં 55 જેટલા ફૂડ સ્ટોલ ઉભા કરવામાં આવશે. જેના માટે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરી આ ફૂડ સ્ટોલ ભાડે આપવામાં આવશે.

AUDA દ્વારા 2003માં વસ્ત્રાપુર તળાવ બનાવવામાં આવ્યું હતુ. જો કે છેલ્લા કેટલાક સમયથી વસ્ત્રાપુર તળાવના વૉક વેને ઉંદરોને નુકસાન પહોંચાડ્યું હતુ તેમજ તેની દીવાલો પણ જર્જરિત થઈ ગઈ હતી. શહેરીજનો દ્વારા તળાવને રિડેવલોપમેન્ટની માંગ કરવામાં આવી હતી. જેથી અત્યારે રૂ. 5.15 કરોડના ખર્ચે વસ્ત્રાપુર તળાવને હેરિટેજ લુક આપવાની કામગીરી ચાલી રહી છે. રિડેવલોપ થનાર વસ્ત્રાપુર લેકમાં નાના બાળકો માટે રમતગમતના સાધનો, સ્પેશિયલ વૉક વે અને સીનિયર સિટીઝન માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવશે.

(12:59 AM IST)