<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 9th August 2024

કતલ કરવાના ઇરાદે ગુજરાતમાંથી મહારાષ્ટ્ર લઈ જવાતી 27 ભેંસો ડેડીયાપાડા પોલીસે ઝડપી

બે વાહનોમાં ભેંસો ભરી ગુજરાતમાંથી મહારાષ્ટ્ર લઈ જનાર શખ્સોને પોલીસે રૂ.૨૬.૯૮,૦૦૦ ના મુદ્દામાલ સાથે ૬ ને ઝડપી લીધા, ૫ નાશી છૂટયા

(ભરત શાહ દ્વારા) રાજપીપળા:નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકાના નિંઘટ ગામે રામેશ્વર હોટલ પાસે થી પોલીસે અશોક લેલન ટ્રક નંબર GJ 23 AT 6081 માં કુલ-૧૩ ભેંસો તથા ટાટા કંપનીની ટ્રક નંબર GJ.15 YY 0640 માં કુલ-૧૪ ભેંસો મળી કુલ-૨૭ ભેંસોને કતલ કરવાના ઇરાદે ગેરકાયદેસર રીતે ગાડીમાં ભરી ગુજરાત રાજ્યમાંથી મહારાષ્ટ્ર રાજયમાં લઈ જવા માટે રાજ્ય બહાર પશુઓના પરીવહન માટે આર.ટી.ઓ લગત કાગળો કે કોઇ સક્ષમ અધિકારીના પ્રમાણ પત્ર નહી રાખી મુંગા અબોલ પશુ ભેંસો ને કુરતા પુર્વક ટુકી દોરી વડે બાંધી લઈ જતા કુલ ૬ શખ્સો ને ઝડપી લીધા હતા જ્યારે અન્ય ૫ શખ્સો નાશી જતા તેમને વોન્ટેડ જાહેર કરી પોલીસે કુલ રૂ.૨૬.૯૮,૦૦૦ નો.મુદ્દામાલ.જપ્ત કરી ગુનો દાખલ કર્યો છે.

(10:51 PM IST)