News of Friday, 9th August 2024
ગરુડેશ્વર તાલુકામાંથી સગીર વયની દીકરીનું લગ્નની લાલચે અપહરણ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા:નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાના એક ગામની સગીર વયની દીકરીનું યુવાને લગ્ન ની લાલચે અપહરણ કરતાં પોલીસ ફરિયાદ નોંધાઈ છે
પ્રાપ્ત માહિતી અનુસાર ગરુડેશ્વર તાલુકામાં આવેલા એક ગામની સગીર વયની દીકરીને લગ્ન ની લાલચ આપી રાજેશભાઈ લાલજીભાઈ ભીલ નામના યુવાને અપહરણ કરતા દીકરી ના વાલીઓએ ઘણી શોધખોળ બાદ પણ ક્યાંયે પતો નહિ મળતા અને વાલીઓ ને જાણવા મળ્યું કે રાજેશ ભીલ નામનો યુવાન દીકરીને લગ્નની લાલચ આપી ભગાડી લઈ ગયો છે જેથી દીકરીના પિતા એ ગરુડેશ્વર પોલીસને જાણ કરતા પોલીસે આ બંને ને શોધવા ચક્રો ગતિમાન કર્યા છે.
(10:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
