<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 9th August 2024

ચોમાસામાં વરસાદ પડવા છતાં રાજપીપળામાં શાકભાજીના ભાવ આસમાને

કોઈપણ શાકભાજી ૧૫૦ થી ૧૬૦ રૂપિયે કિલોના ભાવે વેચાતા ગૃહિણીઓ મુંજવણમાં: ડુંગળી બટાટાના ભાવ પણ બમણાં થવાથી થાળીમાંથી જાણે શાકભાજી ગાયબ થઈ એમ લાગ્યું

(ભરત શાહ દ્વારા) રાજપીપળા:રાજપીપળા શહેર માં મોટાભાગના મધ્યમ ગરીબ વર્ગના લોકો વસવાટ કરે છે જેમાં હાલમાં દરેક વસ્તુઓના ભાવ વધ્યા હોય તેના કારણે સામાન્ય માણસો ને જીવવું મુશ્કેલ થઈ પડ્યું હતું તેવામાં શાકભાજી ના ભાવ પણ આસનને જતા ગૃહિણીઓ મુંજવણમાં મુકાઈ છે
  રાજપીપળા શાક માર્કેટ માં દરરોજ ખરીદી કરતી ગૃહિણીઓ થેલા ભરી ને શાકભાજી લાવતા હતા પરંતુ હાલમાં એકાદ સસ્તું શાક લઈ જવા મુજબુર બની છે કેમ કે જે શાક ૮૦ રૂપિયે કિલો મળતું હતું તેનો ભાવ હાલમાં બમણો એટલે કે ૧૬૦ રૂપિયે કિલો ઉપર પહોંચતા શું ખાવું એ સમજાતું નથી, ઉપરની શાક ની અવેજી માં હમેશા પીરસાતા ડુંગળી બટાટા પણ હાલમાં બમણાં ભાવે વેચાય છે ડુંગળી અને બટાટા નો ભાવ. ૫૦ રૂપિયે કિલો ઉપર પહોંચતા હવે થાળી માંથી શાક ની સાથે સાથે જાણે ડુંગળી બટાટા પણ ગાયબ થઈ રહ્યા છે.
   !જોકે શાકભાજી વેચતા વેપારીઓ ના જણાવ્યા મુજબ વરસાદ સારો પડ્યો પરંતુ વચ્ચે અતિભારે વરસાદ માં ઘણો પાક ધોવાઈ ગયો હતો માટે બહાર થી શાકભાજી મંગાવતા ટ્રાન્સપોર્ટ નો ખર્ચ વધુ થતા ભાવ વધારે છે

(10:43 PM IST)