તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 9th August 2024
રાજપીપળા જીલ્લા જેલ ખાતે બંદિવાનોએ આદિવાસી (ટીમલી) નૃત્ય કરી વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા:સયુંકત રાષ્ટ્ર સંઘ દ્રારા તા.૦૯/૦૮/૧૯૮૨ ના રોજ વિશ્વ આદિવાસી દિવસ તરીકે જાહેર કરવામાં આવેલ જે અન્વયે ૦૯ ઓગસ્ટ “વિશ્વ આદિવાસી દિવસ” તરીકે ઉજવવામાં આવે છે.
તા.૦૯/૦૮/૨૦૨૪ ના રોજ “વિશ્વ આદિવાસી દિવસ” નિમિત્તે રાજપીપળા જીલ્લા જેલ ખાતે અધિક્ષક, એચ.એ.બાબરીયા નાઓની ઉપસ્થિતિમાં દિપ પ્રાગટય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. આ પ્રસંગે રાજપીપળા જીલ્લા જેલના બંદિવાનો દ્રારા આદિવાસી સંસ્કૃતિ ટકાવી રાખવા હર્ષોઉલ્લાસથી આદિવાસી (ટીમલી) નૃત્ય કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અધિક્ષક એચ.એ.બાબરીયા એ સ્વાતત્રીય સેનાની બિરસા મુંડાના જીવન અંગેનો પરિચય આપ્યો હતો. તેમજ આદિવાસી પૃથ્વી પરના મુળ રહેવાસી હોવાથી આદિવાસી તરીકે ઓળખાયા હોવાની સમજ આપવામાં આવેલ હતી
(10:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
