<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 9th August 2024

કેવડિયા આદિવાસી મ્યુઝિયમ ખાતે બે આદિવાસી યુવાનોના મોતને લઇ કેવડિયા ગરુડેશ્વર સ્વયંભૂ સજ્જડ બંધ

ઓનલાઇન બુકિંગ કરીને આવનારા પ્રવાસીઓ માટે તમામ SOU તથા તમામ પ્રોજેક્ટો ચાલુ રહ્યા : સ્થાનિક આદિવાસી આગેવાનો એ કેવડિયા મુખ્ય બજાર આંબેડકર ચોક ખાતે બંને મૃતક યુવાનોને શ્રદ્ધાંજલિ આપી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા: આદિવાસી મ્યુઝિયમ ખાતે કોન્ટ્રાક્ટર અને તેમના મજદૂરો દ્વારા કેવડિયા અને ગભાણા ગામના બે યુવાનો ને દોરડા વડે બાંધી ને ઢોર માર મારતા બંને યુવાનો નું મૃત્યુ થયું હતું, ત્યારે આ બે આદિવાસી યુવાનોના મોત થી આદિવાસી સમાજ રોષે ભરાયો છે અને શુક્રવાર ના કેવડિયા ગરુડેશ્વર બંધનું એલાન અપાતા કેવડિયા ગરુડેશ્વર સ્વયંભૂ બંધ રાખવામાં આવ્યું આ સાથે આદિવાસી આગેવાનો કેવડિયા મુખ્ય બજાર આંબેડકર ચોક ખાતે ભેગા થઇ ને આ બંને આદિવાસી યુવાનો ના ન્યાય માટે આત્માને શાંતિ મળે એ માટે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ રાખવામાં આવ્યો અને આદિવાસી દિનની ઉજવણી મોકૂફ રાખી ને આક્રોશ દિવસ તરીકે મનાવવામાં આવ્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે કેવડિયા ગરુડેશ્વર બંધ ના એલાન ને પગલે નર્મદા પોલીસે સજ્જડ બંધોબસ્ત ગોઠવી દીધો હતો અને કેવડિયા વિસ્તારમાં આદિવાસી સમાજના આગેવાનો ના ટોળા ભેગા ના થાય અને શાંતિ ભર્યો માહોલ ના બગડે એ માટે કાર્યકરો ને ચેક કરી આવવા દેવામાં આવતા હતા જેમની પાસે sou ની ઓલાઈન ટિકિટ બુકિંગ હોય તેવા પ્રવાસીઓ ને આવવા દેવામાં આવતા હતા.  જોકે કેવડિયા સજ્જડ બંધ વચ્ચે પ્રવસીઓ ની પણ પાંખી હાજરી રહી હતી. sou તંત્ર ખડે પગે રહી પ્રવાસીઓ ને જરૂરી સુવિધાઓ પુરી પાડી હતી.

આગામી 13 મી ઑગસ્ટ સજ્જડ બંધ નું એલાન

ધારાસભ્ય ચૈતર વસાવા દ્વારા એક જાહેરાત કરવામાં આવી છે કે આગામી 13 મી ઓગસ્ટે કેવડિયા sou સજ્જડ બંધ રહેશે. જેમાં રાજ્ય ભરના આદિવાસી સમાજના લોકો કેવડિયા માં જમા થશે અને આદિવાસી પરિવાર માટે ન્યાય માંગશે. આ દિવસે એક પણ પ્રવાસીઓને પણ કેવડિયા માં આવવા દઈએ નહિ તેવી જાહેરાત કરી છે ત્યારે હવે 13 મી તારીખે તંત્ર, પોલીસ અને બંધ ના એલાન નો સંયોગ મળશે. મૃતક આદિવાસી યુવાનો ને ન્યાય માટે બધા એક જૂથ થઇ ને કામે લાગ્યા છે

(10:42 PM IST)