<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 9th August 2024

નર્મદા જિલ્લોમાં રાજપીપળા અને ડેડીયાપાડા ખાતે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરાઇ

શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનસેરિયાના હસ્તે લાભાર્થી જયદીપભાઇ વસાવાને સ્માર્ટ ફોન યોજના હેઠળ રૂપિયા છ હજારની સહાય વિતરણ: ડેડીયાપાડા ખાતે રાજ્યના કક્ષા ના મંત્રી જગદિશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં સાદગી અને ગૌરવપૂર્ણ રીતે ઉજવણી :ધારાસભ્ય ડો. દર્શનાબેન દેશમુખે ઇતિહાસના સૂવર્ણ પાનામાં અંકિત વીર આદિવાસી લડવૈયાઓની દેશની આઝાદીમાં મહત્વની ભૂમિકાની ઝાંખી પ્રસ્તૂત કરી હતી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા: નર્મદા જિલ્લાના રાજપીપલા શ્રી અંબુભાઈ પુરાણી હાઈસ્કુલ ખાતે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી પ્રસંગે શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનસેરિયાના હસ્તે વિવિધ ક્ષેત્રોમાં વિશિષ્ટ યોગદાન આપવા બદલ પ્રમાણપત્ર અને પ્રોત્સાહન તેમજ યોજનાકીય લાભાર્થીઓને સહાયનું વિતરણ કરવામાં આવી હતી. આ પ્રસંગે નાંદોદ તાલુકાના કરાંઠા ગામના લાભાર્થી જયદીપભાઇ  આર. વસાવાને પણ શિક્ષણ રાજ્યમંત્રી પાનસેરિયાના હસ્તે સહાય એનાયત કરવામાં આવ્યુ હતુ. જેમાં તેઓને સ્માર્ટ ફોન માટે રૂપિયા છ હજારની સહાયનું વિતરણ કરાયું હતું. લાભાર્થી જયદીપભાઇ વસાવાએ યોજનાનો પ્રત્યુતર આપતા જણાવ્યું કે, હું પહેલા સમયાંતરે સરકારી કચેરીઓમાં જઈને સરકારની વિવિધ વિભાગોની મુલાકાત લઈને અનેકવિધ યોજનાઓ વિશે માહિતી મેળવતો હતો. નર્મદા જિલ્લા ખેતીવાડી વિભાગની પણ વિવિધ યોજનાઓથી વાકેફ હતો. મે નાંદોદ તાલુકાના ગ્રામ સેવકના માધ્યમથી સરકારની સ્માર્ટ ફોન યોજનાનો લાભ મેળવવા માટે આઈ ખેડૂત પોર્ટલ થકી અરજી કરી હતી. જે માટે જરૂરિયાત મુજબ ડોક્યુમેન્ટ ઓનલાઇન રજૂ કર્યા હતા.

જ્યારે જિલ્લાના દેડિયાપાડાની આદર્શ નિવાસી શાળા ખાતે ૯મી ઓગષ્ટ વિશ્વ આદિવાસી દિવસની રાજ્યના કક્ષા ના મંત્રી જગદિશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં સાદગી અને ગૌરવપૂર્ણ રીતે ઉજવણી કરાઈ હતી. પ્રારંભમાં મંત્રીએ યાહામોગી ચોકમાં બિરસા મુંડાની પ્રતિમાને પુષ્પાંજલિ કરી ભાવ વંદના કરી હતી. તેમની સાથે ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવા, આદિવાસી અગ્રણીઓ પણ જોડાયા હતા. મંત્રી સભાસ્થળે આવી પહોંચતા સૌ પ્રથમ ભગવાન બિરસા મુંડા અને યાહામોગી માતાની પ્રતિમાનું પૂજન કરવામાં આવ્યું હતું. અને ત્યારબાદ દિપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખૂલ્લો મૂક્યો હતો.  
નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે બે આદિવાસી યુવકોના મોતની ઘટના અંગે બે મિનિટ મૌન પાળી પરિવાર પર આવી પડેલી દુઃખની ઘડી સહન કરવાની શક્તિ અર્પે તેવી પ્રાર્થના કરી હતી. અને પ્રોટોકોલ મંત્રીએ સ્વાગતમાં પુષ્પો અને સાંસ્કૃતિક કાર્યક્રમને મોકુફ કરવામાં આવ્યા હતા. અને સીધા જ આદિવાસી બાંધવોને પ્રેરક ઉદબોધન કર્યું હતું.

આ પ્રસંગે ધારાસભ્ય ડો. દર્શનાબેન દેશમુખે પણ ઇતિહાસના સૂવર્ણ પાનામાં અંકિત વીર આદિવાસી લડવૈયાઓની દેશની આઝાદીમાં મહત્વની ભૂમિકાની ઝાંખી પ્રસ્તૂત કરી હતી. ઉપરાંત પ્રકૃતિને પુજતા આદિવાસી સમાજ સન્માનભેર જીવન જીવે તે માટે સરકાર દ્વારા આપવામાં આવતી શિક્ષણ, છાત્રાલય સહિતની અનેકવિધ યોજનાઓ, મુશ્કેલ સમયમાં આયુષ્માન કાર્ડ જેવી મહત્વપૂર્ણ યોજના, રોડ, વીજળી, પાણી, રોજગાર સહિતના તમામ બિંદુઓને મધ્યસ્થમાં રાખીને સરકાર દ્વારા કરવામાં આવેલી કામગીરી વિશે લોકોને માહિતગાર કરીને સરકારની તમામ યોજનાઓની માહિતી અને લાભ લેવા અનુરોધ કર્યો હતો.

રાજપીપળા ખાતે આદિવાસી નેતાઓ અને સમાજના લોકો એ ભીલ રાજા ની પ્રતિમા ને પુષ્પહાર કરી ભવ્ય રેલી કાઢી હતી જેમાં મોટી સંખ્યા માં આદિવાસી સમાજ જોડાયો હતો.

(10:41 PM IST)