તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 9th August 2024
અમદાવાદમાં ફરી એકવખત મેઘરાજાની પધરામણી: કેટલાક વિસ્તારોમાં ધીમી ધારે તો અમુક વિસ્તારોમાં ધોધમાર વરસાદ
એસજી હાઈવે, સરખેજ, પ્રહલાદનગર, ઈસ્કોન, બોપલ, શૈલા, સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો

અમદાવાદ : શહેરના અનેક વિસ્તારોમાં ધીમી ધારે તો કેટલાંક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. શહેરના એસજી હાઈવે, સરખેજ, પ્રહલાદનગર, ઈસ્કોન, બોપલ, શૈલા, સહિતના વિસ્તારોમાં મેઘરાજા વરસી રહ્યાં છે. વરસાદના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. રાજ્યમાં આ વર્ષે ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ વરસ્યો છે પરંતુ હજુ અમદાવાદ, રાજકોટ જેવા શહેરોમાં નામ પૂરતો જ વરસાદ પડ્યો છે.
બપોર બાદ અમદાવાદના વિવિધ વિસ્તારમાં વરસાદનું આગમન થયું છે. કાળા ડિંબાંગ વાદળોથી અમદાવાદનું આકાશ એકરસ થયું છે. જોકે વરસાદની તીવ્રતા ઓછી છે, છતાં સમગ્ર અમદાવાદમાં સાર્વત્રિક વરસાદ શરૂ થયો છે.
હવામાન વિભાગ દ્વારા આગાહી કરાઈ છે કે 10 ઓગસ્ટના રોજ બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી અને મહીસાગર જિલ્લામાં ભારે વરસાદ વરસી શકે છે.
10 ઓગસ્ટના રોજ બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગરમાં ભારે વરસાદની શક્યતા છે. જ્યારે કચ્છ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, અમદાવાદ, પાટણ, મહેસાણા, ગાંધીનગર, ખેડા, આણંદ, વડોદરા, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડમાં હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે.
11થી 13 ઓગસ્ટના રોજ બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પમંચહાલ, છોટા ઉદેપુર, વડોદરા, ખેડા, આણંદ, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડમાં મોટાભાગના સ્થળોએ ગાજવીજ સાથે વરસાદ થઇ શકે છે. જ્યારે કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, રાજકોટ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, જામનગરમાં હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે.
14 અને 15 ઓગસ્ટના રોજ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પમંચહાલ, છોટા ઉદેપુર, વડોદરા, ખેડા, આણંદ, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડમાં કેટલાક સ્થળોએ ગાજવીજ સાથે વરસાદ થઇ શકે છે. જ્યારે કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, રાજકોટ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, જામનગરમાં છૂટોછવાયો વરસાદ થઇ શકે છે.
(6:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
