<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 9th August 2024

વડોદરા:હરણીના જમીનના કિસ્સામાં સરકારને 62 કરોડની રકમ ગુમાવવાની નોબત આવી

વડોદરા: શહેરના હરણી વિસ્તારમાં સર્વે નંબર 187 મૂળ જમીન માલિક ખેડૂત તરીકે વિનુભાઈ જીવાભાઈ પટેલ હતા. તેમણે વડોદરાના બિન ખેડૂત ભરત શંકરલાલ સોમાણી અને રામજીભાઈ પરબડીયાને જમીન વેચાણ કરી હતી. તેમ છતાં અધિકારીએ જમીન વેચાણનો વ્યવહાર ખેડૂત-ખેડૂત વચ્ચેનો હોવાનું પ્રસ્થાપિત કરી ખોટી રીતે જમીન એન્ટ્રી પ્રમાણિત કરવાની કાર્યવાહી કરી હતી. આ 8,145 ચોરસ મીટરના કિંમતી પ્લોટ ભરત સોમાણી અને રામજીભાઈના વારસદારોએ હરમાનભાઈ ચંદુભાઈ પટેલને વેચાણ કર્યો હતો. અગાઉ વિનુભાઈ જીવાભાઇ પટેલે ખેડૂતને જમીન વેચાણ આપી અને ત્યારબાદ બિન ખેડૂતે ફરી પાછી ખેડૂતને વેચાણ આપી હતી અને સરકારી ખોટા પુરાવાના આધારે જમીન બિનખેતી કરાવી દેવામાં આવી હતી. નિયમ પ્રમાણે ખેડૂત જમીન માલિક હોય તે બિન ખેડૂતને જમીન વેચાણ કરે અને ત્યારબાદ બિન ખેડૂત વ્યક્તિ ખેડૂતને ફરી પાછી જમીન વેચાણ કરે તેવા કિસ્સામાં ગણોતધારાની જોગવાઈનો ભંગ થતો હોય છે. ત્યારે સરકારે નક્કી કરેલી જંત્રીની રકમના 30% પેનલ્ટી વસૂલ કરવામાં આવતી હોય છે. જે અંગેનો આદેશ મહેસૂલ વિભાગે બહાર પાડેલો છે. તેમ છતાં ભરત સોમાણી અને રામજીભાઈ પરબડીયાના વારસદારોએ બારોબાર આ જમીનનો હરમાનભાઈ ચંદુભાઈ પટેલને દસ્તાવેજ કરી આપ્યો હતો. જમીન બિનખેતી થયા બાદ હરમાનભાઈ ચંદુભાઈ પટેલે રૂપિયા 7 કરોડની અવેજની રકમ જમા લઈ તેમણે ભરત સોમાણીને ફરી દસ્તાવેજ કરી આપ્યો હોવાની વિગતો પણ બહાર આવી છે. જમીન ખેતી કરાવવા પૂરતું ટ્રાન્ઝેક્શન થયું હોવાનું હક પત્રક અને દસ્તાવેજમાં જણાવ્યું છે. 7 કરોડની અવેજની રકમ મૂળ વેચાણ આપનારએ સ્વીકાર કર્યો છે કે કેમ તે પણ તપાસનો વિષય છે. ભરત સોમાણીએ ફરી કરેલા દસ્તાવેજમાં જે રકમ હરમાનભાઇને આપી છે. કરોડો રૂપિયાનું આર્થિક નુકસાન થયું હોવાનું પણ બહાર આવ્યું સરકારના ધારા ધોરણ પ્રમાણે છે. હરણી વિસ્તારમાં જમીનની જંત્રી પ્રમાણે રૂ.20.94 કરોડની કિંમત થાય છે અને નિયમભંગ બદલ તેની પર 30% પેનલ્ટી ગણવામાં આવે તો કુલ રૂ.62.85 કરોડની આવક સરકારે ગુમાવી હોવાનું કહેવાય છે.

(6:15 PM IST)