News of Friday, 9th August 2024
ગુજરાતમાંથી રેઢા બાઇક ઉપાડી રાજસ્થાનમાં નિકાલ કરવાના ષડયંત્રનો પર્દાફાશ
૧૯ બાઇક સાથે બે શખ્સોને વડોદરા ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ઝડપી લેવાયા, આંતરરાજય કાવત્રુ ઝડપવામાં પીઆઇ આર.જી. જાડેજા, એચ.ડી. તુવરાનાં નેતૃત્વ હેઠળની ટીમને સફળતાઃ સીપી નરસિંહમાં કોમારની પ્રજાલક્ષી નીતી રંગ લાવી, જેસીપી મનોજ નિનામા, ડીસીપી યુવરાજસિંહ જાડેજા અને એસીપી હરપાલસિંહ રાઠોડનું માર્ગદર્શન મહત્વનું સાબિત થયું

રાજકોટ તા.૯: રેઢા પડેલા બાઈક ઉઠાવી તેને ગુજરાતથી રાજસ્થાન ઉપાડી ત્યાં નિકાલ કરવાના આંતરરાજ્ય ષડયંત્રનો પર્દાફાશ વડોદરા ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવા સાથે ૧૯ જેટલા બાઈક સાથે બે લોકોને ઝડપી પાડવામાં પીઆઇ આર જી.જાડેજા અને પીઆઇ એચ. ડી. તુવરા ટીમના પીએસઆઈ વી. પી. ચોહાણ ટીમને સીપી નરસિહમાં કોમાર, ડીસીપી યુવરાજસિંહ જાડેજા અને એસીપી હરપાલસિહ રાઠોડના માર્ગદર્શન હેઠળ સફળતા મળી છે.
બે ઇસમ નામે ન.(૧) નિતેશભાઇ કચુભાઇ ડામોર ઉં.વ.૨૭ રહે. બિલીપાડા-બેલીપરા ગામ તા.કુશલગઢ જી. બાંસવાડા (રાજસ્થાન) હાલ રહે.હિરાબાનગર બાપોદ જકાત નાકા વડોદરા તથા ન.(૨) ઇશ્વરલાલ રામચંદ્ર કટારા ઉ.વ.૨૭ રહે.લોહારીયાબડા ગામ, તા.કુશલગઢ જી.બાંસવાડા (રાજસ્થાન) નાઓને અજબડી મીલ રોડ વિસ્તારમાંથી બે શંકાસ્પદ મોટર સાયકલ સાથે પકડી પાડેલ. આ બન્ને ઇસમો પાસેની બન્ને મોટર સાયકલના પેપર્સ કે આધાર-પુરાવા ન હોય તેમજ મોટર સાયકલના માલીકી બાબતે બન્ને ઇસમોએ કોઇ સચોટ માહીતી નહી આપતા જેથી આ બન્ને ઇસમો ઉપર શંકા જતાં આ બન્ને ઇસમોની સઘન પુછપરછ કરી તપાસ કરવામાં આવતા આ બન્ને ઇસમો પાસેથી મળી આવેલ બન્ને મોટર સાયકલો ચોરીની હોવાની તેમજ આ બન્ને ઇસમો અવારનવાર છેલ્લા દોઢ વર્ષમાં વડોદરા શહેરને અડીને આવેલ હાઇવે રોડ પર પાસે, હાઇવે પરની ચોકડીઓ પાસે તેમજ બ્રીજ નીચે જેમાં જામ્બુઆ, કપુરાઇ, ગોલ્ડન, વાઘોડીયા, વરણામા, એલ એન્ડ ટી સર્કલ ખાતે તેમજ વડોદરા શહેરના ગુરૂકુલ, માણેકપાર્ક, ખોડીયારનગર, હરણી એરપોર્ટ સર્કલના ચાર રસ્તાઓ પાસે નોકરી જતા નાગરીકો દ્વારા પાર્ક કરવામાં આવતા મોટર સાયકલ તેમજ હાલોલ ખાતેની કંપનીઓ પાસેથી મોટર સાયકલોની ચોરી કરેલાની અને આ ચોરી કરેલ મોટર સાયકલો રાજસ્થાન ખાતે લઇ જઇ રાજસ્થાન ખાતે જુદા જુદા લોકોને આ ચોરી કરેલ મોટર સાયકલોને મામુલી કિમંતે આપેલાની તેમજ જુદી જુદી રાખેલ હોવાની હકીકત જણાવેલ. આ બન્ને ઇસમો પાસેથી મળી આવેલ બન્ને મોટર સાયકલ તપાસ અર્થે કબજે કરી કાયદેસરની કાર્યવાહી કરી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આરોપીઓએ રાજસ્થાન ખાતે આપેલ તેમજ રાખેલ ચોરી કરી લઇ ગયેલ મો.સા.અંગે તપાસ કરી આ બન્ને આરોપીઓ દ્વારા ચોરી કરેલ જુદા-જુદા પ્રકારની મળી કુલ- ૧૯ જેટલી મોટર સાયકલોને કબજે કરવામાં આવેલ છે. આ કબજે કરેલ તમામ મો. સા.અંગેની ખાત્રી તપાસ કરવામાં આવતા આ બન્ને ઇસમો દ્વારા ચોરી કરી લઇ ગયેલ મો.સા.સંબંધે વડોદરા શહેરના મકરપુરા, કપુરાઇ, બાપોદ, હરણી, પાણીગેટ, વારસીયા, કારેલીબાગ પોલીસ સ્ટેશન તેમજ હાલોલ પો.સ્ટેશનમાં વાહનચોરીના ગુનાઓ નોંધાયેલ હોવાનું જણાતા આ તમામ પોલીસ સ્ટેશનને જાણ કરી આગળની તપાસ માટે સોંપવામાં આવેલ છે.
(2:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
