તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 9th August 2024
વિશ્વ પ્રસિદ્ધ સુરતની હીરાબજારમાં થતી કરોડોની છેતરપીંડી રોકવા શુ શુ કરવુ?
ભુમાફિયા સાયબર માફીયાઓ, વ્યાજખોરો પછી સુરત સીપી અનુપમસિંહ ગેહલોતનુ વધુ એક પ્રજાલક્ષી અભિયાન : મુળ સોૈરાષ્ટ્ર બેઝ ધરાવતા હીરા ઉદ્યોગ ગૃહ સાથે સંકળાયેલ લોકોની રજુઆત સંદર્ભે જેસીપી વાબાંગ જમીર, ડીસીપી પિનાકીન પરમાર, એસીપી આર.આર. આહિરનાં માર્ગદર્શનમાં અને પીઆઇ યુ.જી. જોષીના સહયોગથી ચાલતા વાયરલ અભિયાનના સુકાની પીઆઇ એચ.એમ. ચૌહાણ રસપ્રદ કથા વર્ણવે છે

રાજકોટ તા.૯: જમીન ભૂમાફીયાઓ, વ્યાજખોરો, ખંડણીખોર, મિલકત વિરૂદ્ધ ગુન્હાઓ આચરતા કુખ્યાત અપરાધીઓને કાયદાનું રાજકોટ સ્ટાઈલમાં આગવી ઢબે સરભરા કરાવવા સાથે સાયબર ક્રાઈમમાં ગુમાવેલી રકમ પરત અપાવવાના સફળ અભિયાન પછી હવે પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત સમક્ષ દુનિયાભરમાં જેની ખ્યાતિ છે તેવા સુરતનાં હીરાબજાર કે જયા કરોડોની હેરફેર થાય છે ત્યાં લોકો છેતરપીંડીનો ભોગ ન બને તે માટે જાગળતિ અભિયાન શરૂ કરવા અને આવા બનાવ સમયે તુરંત મદદ મળે તે માટે મૂળ સૌરાષ્ટ્ર કનેક્શન ધરાવતા વેપારીઓ,ઉધોગપતિઓ દ્વારા રજૂઆત થતાં હીરાબજારમાં લોકોનું પોલીસ સાથે સંકલન કરી જાગળતિ અભિયાન શરૂ કરતાં લોકોમાં પોલીસ પોતાની સમસ્યા પ્રત્યે જાગળત હોવાના અહેસાસ સાથે ટેક્ષ્ટાઈલ માર્કેટ વિગેરે સુધી અભિયાન વિસ્તારવા આખી સ્કિમ તૈયાર કરવા પોલીસ મથક તથા પીસીબી બ્રાન્ચ પીઆઇ વિગેરેને સૂચનાઓ સીપી અનુપમસિંહ ગેહલોત દ્વારા આપવામાં આવી હોવાનું સૂત્રો જણાવે છે.
જે અનુસંધાને મહિધરપુરા પોલીસ સ્ટેશનના પો.ઇન્સ.એચ.એમ.ચૌહાણ તથા પો.ઇન્સ.યુ.જે.જોષી તેમજ પોલીસ સ્ટાફના માણસો દ્વારા હિરા બજાર વિસ્તાર ખાતે આવેલા એલબી ચાર રસ્તા ખાતે જાહેરમાં વેપારીઓ વચ્ચે પબ્લીક એનાઉસમેન્ટ સિસ્ટમ મારફતે પોલીસ ઇન્સ.શ્રી દ્વારા છેતરપીડી/ચીટીંગના બનાવો અવાર-નવાર હિરા બજાર વિસ્તારમાં હિરાના વેપારીઓ સાથે બનતા હોય જેમાં વેપારીઓમાં જાગળતિ આવે તે હેતુ થી વેપારીઓને છેતરપીડી/ચીટીંગના બનાવી કઇ રીતે અટકાવી શકાય તે અંગે વેપારની અંદર શું શું કાળજી રાખવી તે બાબતે જરૂરી માર્ગદર્શન આપેલ તેમજ આ જરૂરી માર્ગદર્શન તેમજ સુચન હિરા બજારના દરેક વેપારી સુધી પહોચે તે હેતુ થી મહિધરપુરા દલાલ એસોસિયેશન દ્વારા લગાવવામાં આવેલ પબ્લીક એનાઉસમેન્ટ સિસ્ટમ્સ જે સમગ્ર મહિધરપુરા હિરા બજાર વિસ્તારને સાંકળી લે છે જેના દ્રારા છેતરપીડી/ચીટીગના બનાવો કંઇ રીતે અટક શકે તે અંગે માર્ગદર્શન આપેલ તેમજ હિરા બજાર વિસ્તારમાં ભૂતકાળની અંદર આવા કોઇ પણ બનાવ બનેલ હોય કે ભવિષ્યમાં કોઇ પણ બનાવ બને તો કાયદાકીય મદદ માટે પોલીસ સ્ટેશનનો સંર્પક કરવા સમજ કરવામાં આવેલ તેમજ પોલીસ અને નાગરીકો(વેપારીઓ) વચ્ચે સીધા અને સુમેળભર્યા સંબંધો જળવાય તે હેતુથી જાગળતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ.
આ અભિયાનમાં જેસીપી વાબાંગ જમીર, ડીસીપી પિનાકીન પરમાર, એસીપી આર. આર. આહિરનું માર્ગદર્શન મળેલ.
(2:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
