તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 9th August 2024
જીયોરપાટી ગામે કામ બાબતે માતાએ ઠપકો આપતાં પુત્રએ ઝેરી દવા પી આપઘાત કર્યો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા: નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના જ્યોરપાટી ગામમાં યુવાન પુત્રને માતાએ ઠપકો આપતાં ઝેરી દવા પી લેતા સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું
પ્રાપ્ત માહિતી અનુસાર લક્ષ્મણભાઇ મનુરભાઇ વસાવા( રહે.જ્યોરપાટી નિશાળ ફળિયુ તા.નાંદોદ જી.નર્મદા) નાઓ એ પોલીસ ને જાણ કર્યા મુજબ ટેકનો પુત્ર મરનાર જીતેંદ્રભાઇ લક્ષ્મણભાઇ વસાવા (ઉ.વ.૨૩ )નાઓને તેમની માતાએ કામકાજ બાબતે કહેતા જે વાતનુ મનમાં લાગી આવતા પોતાની જાતે ઝેરી દવા પી જતા સિવિલ હોસ્પીટલ રાજપીપલા ખાતે લાવતા સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
(12:45 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
