તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 9th August 2024
આમલેથા પેટ્રોલ પંપ પર લટાર મારતો દીપડો CCTVમાં કેદ : નાંદોદમાં દીપડાની વધતી સંખ્યાથી ભય

(ભરત શાહ દ્વારા) રાજપીપળા :નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકામાં આવેલાં આમલેથા ગામના પેટે પંપ પરના સીસીટીવી કેમેરા માં લટાર મારતો દીપડો દેખતા લોકોમાં ભય જોવા મળ્યો હતો
નર્મદા જિલ્લા મોટાભાગે જંગલ વિસ્તાર આવેલો છે જેમાં જંગલી જાનવરો ખોરાકની શોધમાં જાહેર રસ્તો પર નીકળી પડતા હોય છે. થોડાક મહિના પહેલા પણ રામગઢ અને અકુવાડા ગામમાં પણ દિપડો દેખાતા લોકો ફફડી રહ્યા હતા, ખાસ કરીને હાલ બે દિવસ અગાઉ જ ગરૂડેશ્વર તાલુકાના માંડણ ગામે બે મહિલા પર દિપડા એ હુમલો કરતા એકને ઈજા પહોંચી હતી અને એકનું મોત નિપજ્યું હતું તેની સ્યાહી હજુ સુકાઇ નથી ત્યાં હાલમાં આમલેથા ગામ ના પેટ્રોલ પંપ પડે દીપડો ફરતો જોવા મળ્યો જેમાં પેટ્રોલ પંપના સીસીટીવી કેમેરામાં રાતના સમયે એક દીપડો દેખાયો છે, આમ વારંવાર જાહેરમાં દીપડો દેખાતા હવે ફોરેસ્ટ વિભાગ સતર્ક રહી વધુ કોઈક જીવ ન જાય કે કોઈને ઇજા ના પહોચાડે તે માટે યોગ્ય પગલાં લે એ જરૂરી બન્યું છે. હાલમાં તો આમલેથા પાસે આવેલા જલારામ પેટ્રોલ પંપ પર દિપડો આટા ફેરા મારતો હોઈ તેવા CCTV ફૂટેજ સામે આવ્યા છે.
(12:44 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
