તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 9th August 2024
ખાણ ખનીજ વિભાગે ગેરકાયદેસર રેતી ખનનની પકડેલી ટ્રકમાંથી રૂપિયા ૧૩ હજારની રેતી ચોરાઇ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા:નર્મદા ખાણ ખનીજ વિભાગે રેતી ખનનની પકડેલી ટ્રક તિલકવાડા તાલુકાના ડાભેડ ગામ પાસે મુકી હતી તેમાંથી રેતીની ચોરી થતાં ગુનો દાખલ થયો છે
મળતી માહિતી અનુસાર નર્મદા ખાણ ખનીજ વિભાગ ના માઇન સુપરવાઇઝર અને ઇન્ચાર્જ રોયલ્ટી ઇન્સ્પેકટર રવિભાઇ અરશીભાઈ મોરી નાઓ એ આપેલી ફરિયાદ મુજબ સરકાર હસ્તક હાઇવા ટ્રક નંબર GJ-16-AW- 3297મા ગેર-કાયદેસર સાદી રેતી (ખનીજ) ૫૪.૪૬૦ મે.ટન બિનઅધિકૃત ખનીજ વહન કરવા બાબતે વાહનને તા.૦૭/૦૬/૨૦૨૪ નારોજ જપ્ત કરી ડાભેડ સરદાર વે-બ્રિજ પાસે રાખવામા આવેલ હતું જે વાહનમાં ભરેલ રેતી કોઇ અજાણ્યા ઇસમે ૫૪.૪૬૦ મે.ટન જેની પ્રતિ મેટ્રીક ટન કિ.રૂ.૨૪૦/- ગણી કુલ કિમત રૂ.૧૩,૦૭૧/-ની તા.૧૯/૦૭/૨૦૨૪ થી તા.૨૦/૦૭/૨૦૨૪ ના સુધીમાં રેતીની ચોરી કરી ખાલી વાહન પરત મૂકી જઈ ગુનો આચરેલ હોય તિલકવાડા પોલીસે અજાણ્યા વ્યક્તિ વિરૂદ્ધ ગુનો દાખલ કર્યો છે.
(12:43 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
