તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 8th August 2024
ગાંધીનગરમાં ડિસેમ્બરમાં પ્લેક્ષપોઇન્ડિયાની નવમી આવૃતિ

રાજકોટઃ ગુજરાત સ્ટેટ પ્લાસ્ટિક મેન્યુફેક્ચરર્સ એસોસિએશન (જીએસપીએમએ), ૧૯૭૦ માં સ્થપાયેલ પ્લાસ્ટિક ઉત્પાદકો માટે કાર્યરત સોથી જુનું અને અગ્રગણ્ય એસોસિએશન છે. ૧૦૦ સભ્યો સાથે આરંભાયેલ એસોસિયેશન માં ૩૫૦૦ થી વધુ રજીસ્ટર્ડ સભ્યો છે. ૧૯૭૯માં આરંભાયેલ પ્લાસ્ટિક ઉધોગને સમર્પિત પ્લેક્ષપોઈન્ડિયા ૨૦૨૪મી ૯મી આવૃતિ ડિસેમ્બરમાં ગાંધીનગર ખાતે યોજાશે.પ્લેક્ષપોઈન્ડિયા ૨૦૨૪ની ૯મી એડિશનની રાજકોટની ફોર્ચ્યુન પાર્ક જેપીએસ ગ્રાન્ડ હોટેલ ખાતે લોન્ચીંગ આ કાર્યક્રમમાં ૩૦૦ થી વધુ ઔદ્યોગિક માલિકોએ હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં ચીફ ગેસ્ટ તરીકે શ્રી રમેશભાઈ વીરજીભાઈ ટીલાળા (ધારાસભ્ય), ગેસ્ટ ઓફ ઓનર તરીકે શ્રી જગદીશભાઈ કોટડિયા (ચેરમેન, એમએસએમઇ સેલ, બીજેપી) ઉપરાંત, શ્રી ભરતભાઈ પટેલ (પ્રેસિડેન્ટ, જીએસપીએમએ) તથા શ્રી વજુભાઇ વઘાસિયા (ચેરમેન,પલેક્ષપોઇન્ડિયા ) પણ હાજર રહ્યાં હતા.
આ પ્રદર્શન ૨૫ હજાર ચોરસ મીટરથી વધુ એક્ઝિબિશન સ્પેનમાં ૫૦૦થી પ્રદર્શનકારીઓ પોતાની હાજરી દર્શાવશે. આગામી એક્ઝિબિશન ૬ થી ૯ ડિસેમ્બર, ૨૦૨૪ દરમિયાન ગુજરાતના ગ્રીન કેપિટલ સિટી ગાંધીનગરના હેલીપેડ ગ્રાઉન્ડ ખાતે યોજાનાર છે.
અત્રે ઉલ્લેખનીય છે કે પ્લેક્ષપોઈન્ડિયાએ પ્લાસ્ટિક ઉધોગ અને સમાજ બંનેમાં નોંધપાત્ર યોગદાન આપી ઉદ્યોગને સમર્થન અને જોડવા માટે અડગ પ્રતિબદ્ધતા સાથે તેની જર્ની ચાલુ રાખે છે. આ ઇવેન્ટમાં મુખ્ય ઇન્ડસ્ટ્રિયલ પ્લેયર્સે મજબૂત હાજરી આપી પ્રતિબદ્ધતા દર્શાવી હતી. સોરાષ્ટ્ર પ્લાસ્ટિક મેન્યુફેક્ચર્સ એસોસિયેશન, રાજકોટ પ્લાસ્ટિક મેન્યુફેક્ચર્સ એસોસિયેશન, તેમજ રાજકોટ કિચનવેર એસોસિયેશનના પ્રમુખોએ હાજર રહી પ્લાસ્ટિક ઉધોગને સમર્પિત પ્રદર્શનને સંપૂર્ણ સમર્થન આપવા અને તેઓના સભ્યોની સક્રિય ભાગીદારીની ખાત્રી આપી હતી.
આગામી મહિનાઓમાં, પ્લેક્ષપોઈન્ડિયાને મુખ્ય મેટ્રોપોલિટન વિસ્તારો અને શહેરોમાં વિઝીટર પ્રમોશન કરવામાં આવશે. તેમ જણાવાયું છે.
તસ્વીરમાં સર્વશ્રી ભરત પટેલ (પ્રેસીડેન્ટ જીએસપીએમએ), વ્રજલાલ વઘાસીયા (ચેરમેન), શૈલેષ પટેલ (સેક્રેટરી), રમેશ ઠુંમર (કો-ચેરમેન), પંકજ જૈન (કો-ચેરમેન), ભરતભાઇ શાહ નજરે પડે છે. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)
(4:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
