તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 8th August 2024
મારા પતિના શરીરમાં કોઇ ઘૂસી ગયું હોય એવુ લાગે છે, સ્કૂટર દોડાવ્યા જ કરે છે : ભાઇ વડોદરાથી ભરૂચ પહોંચી ગયા

વડોદરા, તા.૮: શહેર પોલીસ ભવનમાં દોડી આવેલી એક મહિલાએ તેના પતિની વિચિત્ર હરકત અંગે મદદ માંગતા પોલીસ કંટ્રોલરૂમે ભરૂચ પોલીસ સાથે સંકલન કરીને તેનો પરિવાર સાથે મેળાપ કરાવ્યો હતો.
વડોદરા પોલીસ કંટ્રોલરૂમમાં તાજેતરમાં બનેલો બનાવ પોલીસમાં ચર્ચામાં રહ્યો હતો. જેમાં પોલીસ કંટ્રોલરૂમમાં મદદ માટે દોડી આવેલી એક મહિલાએ તેના પતિને વળગાડ જેવું કાંઇ થઇ ગયું છે અને સતત સ્કૂટર દોડાવ્યા કરે છે...રોકાતા જ નથી અને સવારથી કયાંક ચાલ્યા ગયા છે તેમ કહી મદદ માંગી હતી.
પોલીસ કંટ્રોલના કર્મચારીએ પતિનો ફોનથી વારંવાર સંપર્ક કરતાં થોડીવાર બાદ ફોન લીધો હતો. પોલીસે સમજાવટથી કામ લેતાં પતિએ મારામાં જિન છે અને મારું સ્કૂટર રોકાતું નથી, હું શું કરું તેમ કહેતાં પોલીસને પણ આશ્વર્ય થયું હતું.
પોલીસે તેનું લોકેશન લેતાં ભરૂચનું નીકળ્યું હતું.જેથી ભરૂચ પોલીસની મદદ લઇ તેને અટકાવ્યો હતો અને સમજાવી વડોદરા લાવવાની તજવીજ કરતાં પરિવારજનોએ હાશ અનુભવી હતી
(8:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
