<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 7th August 2024

આણંદમાં સત્યેન્દ્ર પેકેજીંગ નામની કંપનીમાં ભીષણ આગ ભભૂકી

પ્લાસ્ટિકની થેલીઓ બનાવતી કંપનીમાં આગ લાગી :વલ્લભ વિદ્યાનગરના 4 ફાયર ફાઈટર ઘટનાસ્થળે

આણંદમાં આગની ઘટના સામે આવી છે. આણંદના ગોપાલપૂરા પાસે કંપનીમાં ભીષણ આગ લાગી છે. સત્યેન્દ્ર પેકેજીંગ નામની કંપનીમાં ભીષણ આગ લાગી છે. આ કંપની પ્લાસ્ટિકની થેલીઓ બનાવે છે.

ત્યારે આગ લાગવાની જાણકારી ફાયર વિભાગને કરવામાં આવતા વલ્લભ વિદ્યાનગરના 4 ફાયર ફાઈટર ઘટનાસ્થળે પહોંચ્યા અને આગને કાબૂમાં લેવા માટેના પ્રયત્નો શરૂ કર્યા હતા. જો કે આગ કયા કારણોસર લાગી તે હજુ સુધી જાણી શકાયુ નથી. જો કે અત્યાર સુધી જાનહાનિના પણ કોઈ સમાચાર સામે આવ્યા નથી.

ત્યારે ફાયર બ્રિગેડના 4 જવાનો ફેક્ટરીમાં બ્લાસ્ટ થતાં દાઝી ગયા છે, ફેક્ટરીમાં લાગેલી આગ પર કાબૂ મેળવવાના પ્રયત્નો કરી રહ્યા હતા તે દરમિયાન બ્લાસ્ટની ઘટના બની અને જવાનો દાઝી ગયા છે. ત્યારે હાલમાં ફાયર બ્રિગેડના 4 જવાનો દાઝી જતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

(12:31 AM IST)