તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 7th August 2024
રાજ્યના 228 જિલ્લામાં ચાંદીપુરાના 159 શંકાસ્પદ કેસ નોંધાયા :વધુ 2 બાળકોના મોત: મૃત્યુઆંક 71 થયો
રાજ્યના વાયરલ એન્કેફેલાઇટીસના 14 દર્દી દાખલ છે તથા 74 દર્દીઓને રજા આપી

ગુજરાતમાં શંકાસ્પદ ચાંદીપુરા વાઈરસ આજે વધુ ત્રણ બાળકોને ભરખી ગયો છે. આ સાથે જ જીવલેણ ચાંદીપુરા વાઈરસથી રાજ્યમાં કુલ મૃત્યુઆંક વધીને 71 પર પહોંચ્યો છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં વધુ 2 શંકાસ્પદ કેસ સામે આવ્યા છે. જો કે આજે ચાંદીપુરાનો કોઈ નવો પોઝિટિવ કેસ નોંધાયો નથી.
ગુજરાત સરકારના આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ, હાલ રાજ્યમાં વાયરલ એન્કેફેલાઇટીસના કુલ-159 કેસો છે. જે પૈકી સાબરકાંઠા-16, અરવલ્લી-07, મહીસાગર-04, ખેડા-07, મહેસાણા-10, રાજકોટ-07, સુરેન્દ્રનગર-05, અમદાવાદ કોર્પોરેશન-12, ગાંધીનગર- 08, પંચમહાલ-16, જામનગર-07, મોરબી-06, ગાંધીનગર કોર્પોરેશન-03, છોટાઉદેપુર-02, દાહોદ-04, વડોદરા-09, નર્મદા-02, બનાસકાંઠા-07, વડોદરા કોર્પોરેશન-02, ભાવનગર-01 દેવભૂમિ દ્વારકા-02, રાજકોટ કોર્પોરેશન-04, કચ્છ-05, સુરત કોર્પોરેશન-02, ભરૂચ-04, અમદાવાદ-02, જામનગર કોર્પોરેશન-01, પોરબંદર- 01, પાટણ-01, ગીર સોમનાથ-01 તેમજ અમરેલી-01 શંકાસ્પદ કેસો મળેલ છે.
આ તમામ પૈકી સાબરકાંઠા-06, અરવલ્લી-03, મહીસાગર-03, ખેડા-04, મહેસાણા-05, રાજકોટ-03, સુરેન્દ્રનગર-03, અમદાવાદ કોર્પોરેશન-03, ગાંધીનગર-02, પંચમહાલ-07, જામનગર-01, મોરબી-01, દાહોદ- 03, વડોદરા-01, બનાસકાંઠા-02, દેવભૂમિ દ્વારકા-01, રાજકોટ કોર્પોરેશન-01, કચ્છ-04, સુરત કોર્પોરેશન-02, ભરૂચ-01, અમદાવાદ-01, પોરબંદર-01 તેમજ પાટણ-01 જીલ્લા/કોર્પોરેશનમાંથી ચાંદીપુરા કુલ-59 કેસ પોઝિટિવ મળેલ છે.
ગુજરાત રાજ્યના ઉપરોક્ત-159 કેસો પૈકી સાબરકાંઠા-05, અરવલ્લી-03, મહીસાગર-02, ખેડા-02, મહેસાણા- 05, રાજકોટ-04, સુરેન્દ્રનગર-02, અમદાવાદ કોર્પોરેશન-06, ગાંધીનગર-03, પંચમહાલ-07, જામનગર-03, મોરબી-04, ગાંધીનગર કોર્પોરેશન-02, દાહોદ-03, વડોદરા-04, નર્મદા-01, બનાસકાંઠા-04, વડોદરા કોર્પોરેશન- 01, દેવભૂમિ દ્વારકા-01, કચ્છ-04, સુરત કોર્પોરેશન-01, ભરૂચ-01, જામનગર કોર્પોરેશન-01, પાટણ-01 તેમજ ગીર સોમનાથ-01 એમ કુલ-71 દર્દીઓ મૃત્યુ પામેલ છે.
(12:29 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
