તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 6th August 2024
મામલતદાર કચેરીમાં સલામતી બાબતે ઉઠ્યા સવાલ, બનાવટી પત્રકાર બની બૂમાબૂમ કરતો યુવાન કોણ..?
નાંદોદ મામલતદાર કચેરીમાં પત્રકારની ઓળખ આપી માથાકૂટ કરતા યુવાનને ખખડાવી બહાર કાઢ્યો:કોઈપણ પ્રકારના પ્રેસ કાર્ડ વિના ફરતા આવા બનાવટી પત્રકારોના કારણે સાચા પત્રકારો બદનામ થાય છે

(ભરત શાહ દ્વારા) રાજપીપળા:નર્મદા જિલ્લામાં ફરતા કેટલાક બની બેઠેલા અને બનાવાટી પત્રકારોના કારણે સાચા પત્રકારોની છબી ખરડાઈ છે જેમાં તાજેતરમાં આવીજ એક ઘટના નાંદોદ મામલતદાર કચેરીમાં બની હતી
રાજપીપળા મામલતદાર કચેરી ખાતે થોડાક દિવસ ઉપર એક જથર વથર કપડા પહેરી આવેલો યુવાન પોતાની ઓળખ પત્રકાર તરીકે બતાવી ભોઈ તળિયે બેઠેલા કેટલાક મહિલા અરજદારો સાથે બોલાચાલી કરતો હોય એ દરમિયાન અમારા રાજપીપળા પ્રતિનિધિ કોઈક કામે ત્યાં જતા માથાકૂટ જોઈ ઊભા રહ્યા અને આ યુવાનને પૂછ્યું કે ભાઈ તું સેમાં પત્રકારત્વ કરે છે તો તારે શું કામ છે હું પત્રકાર છું કહી દાદાગીરી કર્યા બાદ આ યુવાન જાણી ગયો કે હવે અહીં ઉભા રહેવામાં જોખમ છે, ત્યારબાદ અંદર જનસેવા કેન્દ્ર અને ઉપર આવેલ પુરવઠા કચેરી માં માથાકૂટ કરવા ગયો પરંતુ અમારા રાજપીપળા પ્રતિનિધિ એની પાછળ ગયા અને ફરી ઓળખાણ અને તારું પ્રેસ કાર્ડ બતાવ તેવી માંગ કરી તેમ છતાં એ કંઈ નહિ બોલ્યો અને આખરે અમારા પ્રતિનિધિ જણાવ્યું કે હું પત્રકાર છું અને મારું આ આઇ કાર્ડ જોઈ કે જેથી એ ખખડાવ્યા બાદ ત્યાંથી રવાના થઈ ગયો હતો.
અહી સવાલ એ થાય છે કે મામલતદાર કચેરી માં ફરજ બજવતાં સિક્યુરિટી કે પોલીસ માણસો આ સમયે કેમ ફરકતા નહિ..? શું એમની ફરજ માં કચેરી કે કચેરી માં આવતા હજારો અરજદારો ની સલામતી ની જવાબદારી નથી આવતી..? જોકે જાણવા મળ્યા મુજબ આ સલામતી ના કહેવાય રક્ષકો માત્ર વાહન પાર્કિંગ નું જ ધ્યાન રાખે છે બાકી ગપ્પા જ મારતા હોય છે. ત્યારે આવી સુરક્ષા શું કામની.
આમ તો અવાર નવાર તંત્ર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવે છે જેમાં સ્પષ્ટ જણાવાય છે કે કચેરીઓ બહાર ફરતા વચેટિયાઓ એ ફરવું નહિ નહિ તો કાયદેસર પગલાં લેવામાં આવશે, તેમ છતાં જો આવા તત્વો પત્રકાર બની લોકો ને હેરાન કરતા હોય તો જાહેરનામા નો મતલબ શું રહ્યો
(11:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
