તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 6th August 2024
રાજપીપળા ખાટકીવાડ વિસ્તારમાંથી રૂ.૮૦,૮૫૦ નો જુગાર ઝડપી પાડતી ડી સ્ટાફ ટીમ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા:પ્રશાંત સુંબે પોલીસ અધિક્ષક નર્મદાએ ખાનગી બાતમીદારોનુ નેટવર્ક ઉભુ કરી જુગારધારાના કેશો શોધી કાઢવા સારૂ જરૂરી સુચનાઓ આપેલ હોય જે સુચનાઓ અનુસંધાને લોકેશ યાદવ, મદદનીશ પોલીસ અધિક્ષક, રાજપીપલા વિભાગ, રાજપીપલાના માર્ગદર્શન હેઠળ આર.એસ.ડોડીયા પોલીસ ઇન્સ્પેક્ટર રાજપીપલાએ જુગારધારાના કેસો શોધી કાઢવાની રાજપીપલા પોલીસ સ્ટાફને સુચના આપેલ જે સુચના ના આધારે રાજપીપલા પો.સ્ટે. ના ડિ-સ્ટાફ ના અ.હે.કો નરેન્દ્રભાઇ બાબુભાઇ બ.નં.૫૦૯ તથા આ.પો.કો વિનોદભાઇ પરાગભાઇ બ.નં.૨૨૦ નાઓને સંયુક્તમાં બાતમી હકીકત મળેલ કે રાજપીપલા ખાટકીવાડ ઢોળ ખાતે ફિરોજભાઈ હુસેનભાઈ મનિયારનાઓની ઘરની આગળ રોડ ઉપર ખુલ્લી જગ્યામાં સ્ટ્રીટ લાઇટના અજવાળે કેટલાક શખ્શો હાર જીતનો જુગાર રમે છે જે માહીતી આધારે રેઇડ કરતા તમામ ઇસમો સ્થળ ઉપર પકડી પાડી અંગઝડતીના રોકડા રૂ.૭,૧૧૦ તથા દાવ ઉપરના રૂ.૩,૨૪૦ મળી કુલ રોકડા રૂ.૧૦,૩૫૦, મોબાઇલ નંગ.૦૭ જેની કિ.રૂ.૨૦,૫૦૦ મો.સા.નંગ.૦૨ જેની કિ.રૂ.૫૦,૦૦૦ મળી કુલ કિ.રૂ.૮૦,૮૫૦ ના મુદ્દામાલ સાથે તમામ શખ્શો સ્થળ ઉપર પકડી પાડી કુલ સાત શખ્શો વિરુધ્ધ રાજપીપલા પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કર્યો છે.
પકડાયેલ જુગારીઓ માં :(૧) રફીકભાઇ ઇસ્માઇલ ભાઇ શેખ (૨) હુસેનભાઇ કરીમભાઇ મન્સુરી બંન્ને રહે.કસ્બાવાડ રાજપીપલા તથા (૩) ફિરોજભાઈ હુસેનભાઈ મનિયાર (૪) ગુલામનબી રસુલભાઈ ગરાસીયા બંન્ને રહે.ખાટકીવાડ રાજપીપલા તથા (૫) વિશાલભાઈ પ્રકાશભાઈ અધ્યારુ રહે.વિશાવગા રાજપીપલા તથા (૬) ઈમરાનખાન ખાલીદખાન પઠાણ રહે.સિંધીવાડ રાજપીપલા તેમજ (૭) અલીઅહમદ અબ્દુલગફુર લાકડાવાલા રહે. દોલતબજાર રાજપીપલા તા.નાંદોદ જી.નર્મદા.) છે
(11:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
