News of Tuesday, 6th August 2024
અમદાવાદ પોલીસે સામાન્ય પરિવારને ત્યાં થયેલ ચોરીનાં આરોપી સાથે
માત્ર ૧૦ દિવસમાં કોર્ટમાંથી મુદ્દામાલ પણ પરત અપાવી ઇતિહાસ રચ્યો એ જરૂરિયાતમંદ ફરીયાદીને જયારે પોલીસમાં ફરિશ્તા નાં દર્શન જેવો અહેસાસ થયો હતો સીપી જેવી પ્રજાલક્ષી નીતિ ધરાવતા સેન્ટર વડા નીરજ બડ ગુજ્જર, ડીસીપી રવિ સની સાથે વર્ષોથી સકારાત્મક વલણ ધરાવતા એસીપી પ્રદીપસિહ જાડેજા સાથે માનવીય અભિગમ ધરાવતા પીઆઇ દીપક ઉનડકટ ટીમનાં સંગમે અશકય ને શકય બનાવ્યું

રાજકોટ, તા,.૬: માત્ર મિલકત વિરોધી ગુન્હાઓના આરોપીઓ ઝડપથી પકડાઈ જાય તેનાથી સંતોષ માનવાનો બદલે કોઈ પરિવારના જીવન મરણનો ઘણી વખત સવાલ પેદા થાય કે આખી જિંદગી મહેનત કરી પોતાની પુત્રીઓના લગ્ન પ્રસંગ અંતર્ગત રાખેલ દગીનાઓ કોર્ટ પરવાનગી વગર વર્ષી સુધી પડ્યા ન રહે એન્ડ ખુદ પોલીસ જ લોકો સાથે રહી લોકોને માર્ગદર્શન આપી અને ઝડપથી આવા મુદ્દામાલ પરત અપાવે તે જ ખરા અર્થમાં પોલીસ દ્વારા લોકોને મદદ કરી કહેવાય તેવી ફિલસુફી ધરાવતા અમદાવાદ સીપી જ્ઞાનેન્દ્રસિહ મલ્લિક સતત ઙ્કસંગોપાત આ સંદેશ પોલિસને આપતા હોવાથી તેમના જેવાજ વિચાર ધરાવતા સેકટર વડા નીરજ બડ ગુજ્જર, ડીસીપી રવિ સેની અને વર્ષોથી આવી માન્યતા ધરાવતા એસીપી પ્રદીપસિંહ જાડેજા પોતાના વિસ્તારના તમામ પોલીસ મથકને આવી વિચારધારાનાં રંગે રંગાતા ખૂબ સારા પરિણામ આવ્યા છે, તસ્કરો હાથ થયાના દશ દિવસના જરૂરીયાતમંદ પરિવારને મુદ્દામાલ પરત મળતા નવા કીર્તિમાન સ્થાપિત થયા છે.
સ્ટેશન વિસ્તારમાં ૦૧, સુરભી એપાર્ટમેન્ટ, ગોરધન નગર સોસાયટી, જૂના ઢોર બજાર ખાતે રહેતા અને જીઓમાં સામન્ય નોકરી કરતા ફરિયાદી અનુરાગ અજયકુમાર પાંડે ઉવ. ૩૪ ના રહેણાંક મકાનની ગેલેરીના ખુલ્લા દરવાજામાંથી પ્રવેશ કરી, અજાણ્યો આરોપી કબાટમાં રાખેલ રોકડ રકમ રૂ. ૧૫,૦૦૦/- લેપટોપની બેગ તથા સોના ચાંદીના દાગીના વિગેરે મળી, કુલ રૂ. ૮, ૬૯,૪૯૬/- ની ચોરી કરી નાસી જતા, ફરીયાદી દ્વારા મણિનગર પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ દાખલ કરવામાં આવતા, મણિનગર પોલીસ સ્ટેશનના પીઆઇ ડી.પી.ઉનડકટ તથા સ્ટાફ દ્વારા તપાસ હાથ ધરવામાં આવેલ હતી.
અમદાવાદ શહેર જે ડિવિઝનના એસીપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ સ્થાનિક મણિનગર પોલીસ સ્ટેશનના પીઆઈ ડી.પી.ઉનડકટ, ડી સ્ટાફના પીએસઆઇ એસ.આઇ. પટેલ તથા સ્ટાફના હે.કો. મહેન્દ્રસિંહ, પો.કો. અર્જુનસિંહ, અનિલભાઈ, નરેશભાઈ, દેવુસિંહ, સહિતની પોલીસ ટીમ દ્વારા જીણવટ ભરી તપાસ હાથ ધરી, સીસીટીવી ફૂટેજ આધારે આ ગુન્હામાં મણિનગર પોલીસ સ્ટેશન ખાતે ભૂતકાળમાં પકડાયેલ હિસ્ટ્રીશીટર આરોપી સંડોવાયેલ હોવાની હકીકત જણાઈ આવેલ હતી. જે આધારે આરોપીઓ (૧) ભરતભાઈ ૯૯૬ બચુભાઈ દેવીપુજક ઉવ. ૨૪ રહે. બળીયાકાકા, ઢોર બજાર ચાર રસ્તા, મણિનગર, અમદાવાદ તથા (૨) પ્રકાશ ઉર્ફે પકો ચંદુભાઈ મનુભાઈ જાતે દેવીપુજક ઉંવ. ૨૪ રહે. બળીયાકાકા ની ચાલી, રિલાયન્સ પેટ્રોલ પંપ સામે, જુના ઢોર બજાર ચાર રસ્તા, મણીનગર, અમદાવાદની ધરપકડ કરી, ઘરફોડ ચોરીમાં ગયેલ તમામ સોના ચાંદીના ૦૩૧૧ દાગીના આશરે કિંમત રૂ. ૮,૫૦,૦૦૦/- નો મુદ્દામાલ પણ કબજે કરવામાં આવેલ હતો.અને સામાન્ય સંજોગોમાં જે મુદ્દામાલ પરત મળવામાં ખૂબ લાંબો સમય નીકળી જાય છે તેના બદલે ૧૦ દિવસમાં મુદ્દામાલ પરત મળતા ફરીયાદીને પોલિસના રૂપે ફરિસ્તા મળ્યાનો અહેસાસ થયેલ
(3:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
