તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 6th August 2024
ફોરેસ્ટ ગાર્ડ ભરતી આંદોલનઃ વહેલી સવારમાં જ ઉમેદવારોની અટકાયત

અમદાવાદ, તા.૬: ફોરેસ્ટ ગાર્ડની પરીક્ષાનું પરિણામ જાહેર થયા બાદ ઉમેદવારોમાં રોષ જોવા મળી રહ્યો છે. ગઈકાલે ઉમેદવારો ગાંધીનગર રામકથા મેદાન ખાતે આંદોલન શરૂ કર્યું હતું. તેમજ ઉમેદવારોએ રામકથા મેદાનમાં જ રાતવાસો કર્યો હતો. વહેલી સવારે પોલીસે ઉમેદવારોની અટકાયત કરતા મામલો ગરમાઈ જવા પામ્યો હતો.ફોરેસ્ટ ગાર્ડની ભરતી મામલે ગાંધીનગર ખાતે ઉમેદવારો દ્વારા આંદોલન શરૂ કરવામાં આવ્યું છે. ત્યારે ઉમેદવારો દ્વારા બેઠક વધારવા, પરીક્ષા પદ્ધતિ રદ્દ કરવા તથા પરિણામ જાહેર કરવાની માંગ સાથે દેખાવો કરી રહ્યા છે.
(3:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
