<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 6th August 2024

ગણપત યુનિવર્સિટીની ફાર્મસી કોલેજ દ્વારા ઇન્‍ડસ્‍ટ્રી-એકેડેમિયા મીટ

અમદાવાદઃ ગણપત યુનિવર્સિટી ખાતે ફેકલ્‍ટી ઓફ ફાર્મસી અને ફેકલ્‍ટી ઓફ સાયન્‍સ દ્વારા યુનિવર્સિટીના ‘ઇન્‍ટર્નલ ક્‍વોલિટી એશ્‍યોરન્‍સ સેલેના સહયોગથી  ‘ઉદ્યોગ-એકેડેમિયા મીટ'નું તાજેતરમાં આયોજન કરવામાં આવ્‍યું હતું. આ ઇવેન્‍ટમાં ફાર્મા ક્ષેત્રના ૭૦ જેટલા વ્‍યવસાયિકો, અધ્‍યાપકો અને વિદ્યાર્થીઓ ચર્ચા વિચારણાજ્ઞાન અને રોજગાર ક્ષમતા વધારવા વિશે વિચાર વિમર્શ થયો હતો. ગણપત યુનિવર્સિટીના પ્રો ચાન્‍સેલર અને ડાયરેક્‍ટ જનરલ પ્રો. ડો. શ્રી મહેન્‍દ્ર શર્મા અને ફાર્મસી તેમજ સાયન્‍સ ફેકલ્‍ટીના એક્‍ઝિક્‍યુટિવ ડીન પ્રો. ડો. શ્રી પ્રફુલ ભારડિયાએ ઉદ્‍ઘાટન સંબોધન કર્યું હતું જેમાં ફાર્મસી શિક્ષણના ભવિષ્‍યને ઘડવામાં ઉદ્યોગ અને શિક્ષણ ક્ષેત્રના પરસ્‍પરના સહયોગ ઉપર ભાર મૂકવામાં આવ્‍યો હતો.અમદાવાદની એમ. એસ. એમ. ઈ. વિકાસ અને સુવિધા ઓફિસના સહાયક નિયામક શ્રી ટી કે સોલંકી, એફડીસીએ (મહેસાણા)ના આસિસ્‍ટન્‍ટ કમિશનર શ્રી વલય મોદી અને સ્‍પેન્‍સસ ફાર્માસ્‍યુટિકલ્‍સના ડિરેક્‍ટર તેમજ ગુજરાત સ્‍ટેટ ફાર્મસી કાઉન્‍સિલના પ્રેસિડેન્‍ટ ડો. તન્‍મય પટેલ સહિત વક્‍તાઓઅ પોતાના વિચારોનું આદાનપ્રદાન કર્યું હતું. (કેતન ખત્રી)

(3:27 PM IST)