તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 6th August 2024
હીરા ઉદ્યોગમાં મંદી : ગ્રાહક દેશોમાં ૮૨ ટકા માંગ ઘટી
વૈશ્વિક સ્થિતિમાં તણાવના લીધે બજાર તૂટયું : પરિસ્થિતિ નહીં સુધરી તો આવનારા સમયમાં હીરા ઉદ્યોગનુંᅠસંકટ વધુ ઘેરાશે

સુરત તા. ૬ : એક સમયમાં સુરતના હીરા ઉદ્યોગ માટે મહત્વના પૂર્ણ મનાતા અમેરિકા, હોંગ-કોંગ અને દુબઈ સહિત અન્ય દેશોમાં સતત હીરાની નિકાસ ઘટવા લાગી છે.ભારતના હીરોનાᅠમોટાᅠગ્રાહક દેશોમાં વર્તમાન નાણાંકીયᅠવર્ષમાં ત્રણ મહિનામાં ૮૨ ટકા સુઘીનીᅠનિકાસ ઘટી છે. રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધના કારણે વેપાર પહેલા થી જ પ્રભાવિત ચાલી રહ્યો છે. હવે ઇઝરાયલ અને હમાસ વચ્ચેના યુદ્ધમાં ઈરાનની એન્ટ્રીથી કારોબારીઓ ચિંતિત છે. વૈશ્વિક પરિસ્થિતિ નહીં સુધરી તો આવનારા સમયમાં હીરા ઉદ્યોગનુંᅠસંકટ વધુ ઘેરાશે.
જો કે સુરતનોᅠહીરા ઉદ્યોગ માટે જે દેશ મોટા ખરીદદાર હતા તે હવે નિકાસના આંકડામાં સતત નીચે પહોંચી ગયા છે. હીરા કારોબારીઓ મુજબ, વિશ્વમાં અનેક દેશો વચ્ચે ચાલી રહેલા તણાવના કારણે મનદી તરફ ધકેલાય રહ્યું છે. હીરા ઉદ્યોગ તેમાંજ ફસાયો છે.ᅠ
એક બાજુ રશિયા ને યુક્રેન વચ્ચે છેલ્લા બે વર્ષથી ચાલી રહેલા યુદ્ધના કારણે પરિસ્થતીએᅠપહેલેથી જ વેપારને નુકશન પહોચાડ્યુંᅠછે. બીજી બાજુ હવે હમાસ અને ઇઝરાયલ વચ્ચેના યુધ્ધમાં ઈરાનની એન્ટ્રીથી વૈશ્વિક સમીકરણમાં હના બદલવ આવ્યા છે. સુરતનો હીરા ઉદ્યોગ એક્સપોર્ટ પર જ આધારિત છે. સુરત વિશ્વમાં ૯૦ ટકાથી વધુ હીરા તૈયરᅠકરે છે.તેમાંથી ૮૦ ટકાથી વધુની નિકાસ કરે છે. છેલ્લા બે વર્ષથી અનેક દેશોએ રશિયનાᅠહીરા પર પ્રતિબંધ લગાવી દીધો છે.ᅠઅમેરીકામાં છેલ્લા ૩ મહિનામાᅠ૭૭ ટકા હોંગકોંગમાં ૮૨ ટકા અને દુબઈમાં ૮૨ ટકા નિકાસ ઘટી છે. અમેરિકા ભારતના હીરાનું સૌથી મોટું ખરીદદાર છે
(3:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
