<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 6th August 2024

સુરતમાં ડીંડોલી વિસ્તારમાં તીક્ષ્ણ હથિયારથી હુમલો કરી યુવકની હત્યા

બારડોલીથી એક મહિના પહેલા જ પરત ફરેલા યુવકની મોડી રાત્રે હત્યા : પોલીસ તપાસનો ધમધમાટ

સુરતમાં ડીંડોલી વિસ્તારમાં રાત્રીના સમયે એક યુવકની તીક્ષ્ણ હથિયારથી હુમલો કરી હત્યા કરવામાં આવી હતી. હત્યાની આ ઘટનાને લઈને પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોચ્યા હતા. પોલીસ દ્વારા હાલ આ સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ સુરતના ડીંડોલી સ્થિત મહાદેવ નગર સોસાયટી પાસે 22 વર્ષીય અંશ નામના યુવકની હત્યા કરવામાં આવી હતી. તેને ઇજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલ લઇ જવાયો હતો જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. બીજી તરફ બનાવની જાણ થતા ડીંડોલી પોલીસની ટીમ સહીત ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોચ્યા હતા. પોલીસ દ્વારા હાલ આ સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી છે.

બનાવ અંગે ડીસીપી ભગીરથ ગઢવીએ જણાવ્યું હતું કે ડીંડોલી મહાદેવ નગર 2 સોસાયટી પાસે હત્યાનો બનાવ બન્યો છે. જેમાં અંશ નામના યુવકની હત્યા થઈ છે. અંશ અહિયાં એકાદ મહિનાથી આવ્યો હતો પહેલા તે બારડોલી સ્થિત નશામુક્તિ કેન્દ્રમાં એડમીટ હતો એવી માહિતી મળી છે. પોલીસ આ સમગ્ર મામલે તપાસ કરી રહી છે.

(1:43 PM IST)