<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 6th August 2024

ગુજરાતના વહીવટી વિભાગમાં બદલીનો દોર : 10 IAS અધિકારીઓની સાગમટે ટ્રાન્સફર

એસ.ડી.ધાનાણીને પોરબંદર કલેકટર બનાવાયા : રત્નાકંવરની સાબરકાંઠા કલેકટર તરીકે ,સુજીત કુમારની ભાવનગર કમિશનર તરીકે જયારે સ્વેતા ટીઓટીઆની ગુજરાત ઉર્જા વિકાસમાં નિમણુંક : લલિત નારાયણસિઁધને હેન્ડલુમ ડેવલોપમેન્ટનો વધારાનો ચાર્જ સોંપાયો

ગાંધીનગર વહીવટી વિભાગ દ્વારા ગુજરાતનાં 10 આઈએએસની બદલી કરવામાં આવી છે જેમાં રત્નાકંવરની સાબરકાંઠા કલેકટર તરીકે નિમણુંક કરાઈ છે . સુજીત કુમારની ભાવનગર કમિશનર તરીકે જયારે  સ્વેતા ટીઓટીઆની ગુજરાત ઉર્જા વિકાસમાં નિમણુંક કરાઈ છે

  . કે.ડી.લાખાણી લેબર કમિશનર તરીકે નિમાયા છે, એસ.કે.મોદીને નર્મદાના કલેકટર બનાવાયા છે .એન,.એન.દવેને વલસાડ કલેકટર તરીકે નિમાયા છે,એસ.ડી.ધાનાણીને પોરબંદર કલેકટર બનાવાયા છે
એન.વી.ઉપાધ્યાયને કો-ઓપરેટીવ સોસા.માં મુકાયા છે, લલિત નારાયણસિઁધ શિક્ષા અભિયાનના પ્રોજેકટ ડાયરેકટર   બનાવાયા છે લલિત નારાયણસિઁધને હેન્ડલુમ ડેવલોપમેન્ટનો વધારાનો ચાર્જ સોંપાયો છે
બી.જે.પટેલ ડેવલોપમેન્ટ કમિશનર ગાંધીનગર બનાવાયા છે

 

(12:10 PM IST)