<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 6th August 2024

જલાલપોરના આરક સિસોદ્રા ગામ નજીક ગેસ લીકેજ:સ્થાનિકોને આંખમાં બળતરા અને વોમિટીંગની અસર

ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા:ફેક્ટરીને બંધ કરી વધુ કાર્યવાહી

  ફોટો

નવસારીના  જલાલપોરના આરક સિસોદ્રા ગામ નજીક ગેસ લીકેજની ઘટના બની છે. ગામ નજીક આવેલ કંપનીમાં ગેસ લીકેજથી સ્થાનિકોની તબિયત લથડી છે. સ્થાનિકોને આંખમાં બળતરા તેમજ વોમિટીંગની અસર થઈ છે. અસરગ્રસ્તોને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે. ગેસ લીકેજની ઘટનાને પગલે ગ્રામજનોમાં ભયનો માહોલ છે. 

 દરમિયાન આ ઘટનાની જાણ થતા ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. હાલ ફેક્ટરીને બંધ કરી વધુ કાર્યવાહી હાથ ધરાઈ છે. ટેકનિકલ ખામીના લીધે દુર્ઘટના સર્જાયાના અનુમાન છે. તમામ અસરગ્રસ્તને સારવાર બાદ રજા અપાઈ છે.

(11:44 AM IST)