તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 6th August 2024
વડોદરાના સાવલીમાં ગેસ સિલિન્ડરમાં બ્લાસ્ટ થતા દોડધામ મચી
મેડિકલના વિદ્યાર્થીઓ રસોઈ બનાવતા હતા ત્યરે સિલિન્ડરમાં લિકેજ થતા અચાનક આગ લાગી અને સિલિન્ડરમાં બ્લાસ્ટ થયો

વડોદરાના સાવલીમાં ગેસ સિલિન્ડરમાં બ્લાસ્ટ થતા દોડધામ મચી હતી. સાવલીની સાવલીની રાધેશ્યામ સોસાયટીમાં આવેલા મકાનમાં ગેસ સિલિન્ડરમાં બ્લાસ્ટ થયો. ભાડે મકાન રાખીને રહેતા મેડિકલના વિદ્યાર્થીઓ રસોઈ બનાવી રહ્યા હતા. ત્યારે સિલિન્ડરમાં લિકેજ થતા અચાનક આગ લાગી અને સિલિન્ડરમાં બ્લાસ્ટ થયો. જોકે વિદ્યાર્થીઓએ સમય સૂચકતા વાપીને ગેસ સિલિનેડરને બાલ્કનીમાં ધકેલી દેતા દુર્ઘટના ટળી હતી.
(6:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
