તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 6th August 2024
ગાંધીનગરમાં ભૂપેન્દ્રભાઇ પટેલ સાથે સનાતન ધર્મના સંતોની બેઠક મળી

જુનાગઢ : ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ સાથે સનાતન ધર્મના સંતોની બેઠક મળેલ જેમાં આ સંસ્થાના રાષ્ટ્રીય અધ્યક્ષ પૂ. મુકતાનંદજીબાપુ, પૂ. શેરનાથબાપુ, લલિતકિશોરબાપુ રામેશ્વરબાપુ હરિયાણી સત્યપ્રકાશ સ્વામી, વિજયબાપુ, નિર્મળાબા ભગવતઋષિજી, નિજાનંદસ્વામી, વાસુદેવ મહારાજ, ભઇલુબાપુ સહિતનાની ઉપસ્થિતિમાં બેઠક મળેલ સંતો દ્વારા ધર્મ સંસ્કૃતિ બાબતે સંવાદ થયો હતો. અગાઉ ત્રંબા રાજકોટમાં સંમેલન યોજાયુ હતું. તેમાં શાષાો સાથે ધાર્મિક ઐતિહાસિક તથ્યો અને આસ્થા સાથે થઇ રહેલ ચેડા અને સંસ્કૃતિ વિરોધી હાનિકારક કહેવાતી ધાર્મિક સંસ્થાની પ્રવૃતિ સામે સંતોએ રોષ વ્યકત કરેલ ત્યારે રાજસત્તા અને ધર્મસત્તાની આ બેઠક મહત્વની રહી હતી. (અહેવાલ : વિનુ જોષી, તસ્વીર : મુકેશ વાઘેલા)
(10:55 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
