તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 6th August 2024
શ્રાવણ શરૂ થતાં જ બીલીપત્ર, ફુલ, દૂધ, ફરાળી વાનગીઓના ભાવ વધ્યા
દૂધના વેચાણમાં ૧૫%, ફરાળી વાનગીમાં રૂા. ૪૬ થી ૬૦ નો વધારો

અમદાવાદ,તા. ૬: શ્રાવણ માસ દરમ્યાન અમદાવાદના મોટા મંદિરોમાં અંદાજે રોજના ૬૦૦ કિલોથી વધુ બીલીપત્રો ચડાવવામાં આવે છે. શહેરમાં પણ બીલીપત્રનો ભાવ વિસ્તાર પ્રમાણે ચાલે છે.પૂર્વ વિસ્તારમાં એક જુડીના દસ રૂપિયાથી લઈને ૩૦ રૂપિયા તો પヘમિ વિસ્તારમાં ૩૦ રૂપિયાથી લઈને ૧૦૦ સુધીના ભાવે વેચાય છે એજ રીતે ધતૂરાના ફૂલો પણ ૧૦ રૂ.થી લઈને ૨૦ અને ૩૦ સુધીના ભાવે વેચાય છે.
શહેરમાં કેટલાય મંદિરોમાં મોટા ભક્તો એક સાથે ઢગલાબંધ બીલીપત્રો- ધતુરાના ફુલો ખરીદી લે છે. બિલિપત્ર,ધતુરાના ફૂલોની માંગ સાથે અમદાવાદ સહિતના મોટા શહેરના હોલસેલ ફૂલ બજારમાં ભાવમાં બમણો વધારો જોવા મળી રહ્યો છે. સિઝનના કારણે સામાન્ય દિવસોની સરખામણીમાં ફૂલના ભાવ હાલ ઉંચકાયા છે. ગુલાબ સહિતના ફુલો પ્રતિ કિલો ૧૦૦ના આસપાસ હતા તે હાલ ૩૦૦થી ૫૦૦ રૂપિયા પ્રતિ કિલો વેચાઈ રહ્યા છે. શિવજીને અભિષેક કરવામાં આવતા દૂધના વેચાણમાં ૧૦-૧૫%નો વધારો થયો છે. ગુજરાતમાં સામાન્ય દિવસોમાં રોજનું ૭૦-૮૦ લાખ લિટર દૂધ વેચાય છે. સામાન્ય દિવસોમાં બફવડા, સાબુદાળાના વડા, ખીચડી રૂ.૩૦૦ થી ૩૨૫ કિલો મળતા હતા. જે આજે રૂ.૩૬૦થી ૩૮૦ કિલો મળી રહ્યા છે.
(9:48 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
