તા. ૧૯ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૦ ગુરૂવાર
News of Wednesday, 31st July 2024
રાજ્યમાં ચાંદીપુરાના કુલ 140 શંકાસ્પદ કેસ: 52 કેસો હાલ પોઝિટિવ :મૃત્યુઆંક વધીને 58
ચાંદીપુરા વાયરસથી 25 દર્દીઓ હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ:અત્યાર સુધી 57 દર્દીઓ સાજા થયા

અમદાવાદ :ગુજરાતમાં ચાંદીપુરાથી વાયરસથી હાહાકાર મચ્યો છે. રાજ્યમાં ચાંદીપુરાના કેસમાં દિવસેને દિવસે ઉછાળો આવ્યો છે. ગુજરાત રાજ્યના વાયરલ એન્કેફેલાઇટીસના કુલ 140 કેસો નોંધાયા છે. સૌથી વધુ સાબરકાંઠામાં 12 શંકાસ્પદ કેસ નોંધાયા છે.
શંકાસ્પદ પૈકી 52 કેસો હાલ પોઝિટિવ છે. જ્યારે ચાંદીપુરાના કારણે રાજ્યમાં 58 બાળકોના મોત નીપજ્યા છે. ચાંદીપુરા વાયરસથી 25 દર્દીઓ હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. રાજ્યમાં અત્યાર સુધી 57 દર્દીઓ સાજા થયા છે.
રાજ્યના વાયરલ એન્કેફેલાઇટીસના કુલ 140 કેસો નોંધાયા છે. સૌથી વધુ સાબરકાંઠા 12, અરવલ્લી 7, મહીસાગર 2, ખેડા 7, મહેસાણા 8, રાજકોટ 7, સુરેન્દ્રનગર 5, અમદાવાદ કોર્પોરેશન-12, ગાંધીનગર-7, પંચમહાલ-16, જામનગર-6, મોરબી-5, ગાંધીનગર કોર્પોરેશન 3, છોટાઉદેપુર 2, દાહોદ 3, વડોદરા 7, નર્મદા 2, બનાસકાંઠા 6, વડોદરા કોર્પોરેશન 2, ભાવનગર 1, દેવભૂમિ દ્વારકા 1, રાજકોટ કોર્પોરેશન 4, કચ્છ 4, સુરત કોર્પોરશન 2, ભરૂચ 3, અમદાવાદ 2 તેમજ જામનગર કોર્પોરેશન 1, પોરબંદર અને પાટણમાં 1-1 કેસ તેમજ ગીર સોમનાથમાં 1 શંકાસ્પદ કેસો નોંધાયા છે
સાબરકાંઠા 6, અરવલ્લી 3, મહીસાગર 1, ખેડા 4, મહેસાણા 5, રાજકોટ 3, સુરેન્દ્રનગર 3, અમદાવાદ કોર્પોરેશન 3, ગાંધીનગર 1, પંચમહાલ 7, જામનગર અને મોરબીમાં 1-1 કેસ, દાહોદ 2, વડોદરા, બનાસકાંઠા અને દેવભૂમિ દ્વારકામાં 1-1 કેસ નોંધાયા, સુરત કોર્પોરેશન અને રાજકોટ કોર્પોરેશનમાં 1-1 કેસ નોંધાયા છે. કચ્છ 3, સુરત કોપોરેશન 1, ભરૂચ 1, અમદાવાદ 1, પોરબાંદર 1 તેમજ પાટણમાં 1 કેસ નોંધાયો છે. આ તમામ જિલ્લાઓને મળીને ચાંદીપુરા વાયરસના કુલ-52 કેસ પોઝિટિવ આવ્યા છે. રાજ્યના વાયરલ એન્કેફેલાઇટીસના 25 દર્દી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. જ્યારે 57 દર્દીઓને રજા આપવામાં આવી છે. ચાંદીપુરાના કારણે રાજ્યમાં કુલ 58 મોત થયા છે.
(10:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
