News of Wednesday, 31st July 2024
વાલીઓની વધશે વ્યથા : રાજ્યની 101 ટેકનિકલ સંસ્થાઓની ફીમાં વધારો
ફી રેગ્યુલેટરી કમિટી દ્વારા કોલેજોની ફીમાં 5 ટકાથી લઇને 30 ટકા સુધીનો વધારો મંજૂર

અમદાવાદ : રાજ્યની 101 ટેકનિકલ સંસ્થાઓની ફીમાં વધારો કરવામાં આવ્યો છે. ફી રેગ્યુલેટરી કમિટી દ્વારા કોલેજોની ફીમાં 5 ટકાથી લઇને 30 ટકા સુધીનો વધારો મંજૂર કરવામાં આવતા વાલીઓ અને વિદ્યાર્થીઓના માથે આભ ફટ્યુ હોય તેવી સ્થિતી સર્જાઇ છે. અગાઉ પણ 500 કરતા વધારે ટેકનિકલ સંસ્થાઓ દ્વારા માંગવામાં આવેલ 5 ટકાના ફી વધારાને મંજૂર કરવામાં આવ્યો હતો.
FRC કમિટીના સભ્ય અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પૂર્વ કુલપતિ કમલેશ જોશિપુરાએ જણાવ્યું હતું કે ગત ત્રણ વર્ષના સમયગાળા દરમ્યાન રાજ્ય સરકરાની અને FRC ની અપીલને માન આપી અને તમામ કોલેજ, સંસ્થાઓએ ફિ યથાવત રાખી હતી. FRC પાસે 621 જેટલી બીઇ.બીટેક, બીફાર્મસી, બેચરલ ઓફ હોટલ મેનેજમેન્ટ, મેનેજમેન્ટ જેવી સંસ્થાઓ ત્રણ કાઉન્સિલને આવરે છે. જે તમામ સંસ્થાઓની ફી સુનિશ્ચિત કરવાની હતી. જે પૈકી 510 જેટલી સંસ્થાઓએ 5 ટકાથી વધારે ફી વધારો ન કરવી હોવાનું જણાવ્યુ હતુ. જેમાંથી 10 સંસ્થાઓએ બાહેંધરી પત્રો ન આપતા તે સંસ્થાઓની ફી જાહેર કરાઇ નથી. અન્ય 101 સંસ્થાઓએ ફી વધાવાની માંગણી કરી હતી.
કયા માપદંડોના આધારે ફી વધારો થાય: એકેમિક એક્સેલન્સી,સંસ્થાની ઇન્ફ્રાસ્ટ્ર્કચર ફેસિલીટી,સ્ટાફની સ્થિતી,વિદ્યાર્થીઓના પરિણામોની સ્થિતી,જોબ પ્લેસમેન્ટ
ઇજનેરી, ફાર્મસી, MBA સહિતનાં ટેકનિકલ કોર્સમાં ફી વધારો મંજૂર કરવામાં આવ્યો છે. આ ફી આગામી વર્ષ 2027 સુધી મંજૂર રહેશે. જેમાં ઈજનેરી કોલેજોમાં 10 ટકા, ફાર્મસી કોલેજોમાં 20થી 30 ટકા, MBAમાં 20થી 80, આર્કીટેક્ચરમાં 25થી 55 ટકા સુધીનો ફી વધારો કરાયો છે.
સૌથી વધુ અનંત યુનિવર્સિટીમાં આર્કીટેક્ચરની ફી 88 હજાર રૂપિયા હતી. જેને વધારીને 1.30 લાખ કરવામાં આવી છે. ઉપરાંત નવરચના યુનિવર્સિટીની MBAની ફી 77 હજાર હતી તેમાં વધારો કરી 1.28 લાખ કરવામાં આવી છે.
(8:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
