News of Wednesday, 31st July 2024
અંકલેશ્વર GIDCની કેમેક્સ કંપનીમાં ભીષણ આગ: ફાયરવિભાગની 5 ટીમ ઘટનાસ્થળે
આગ લાગતા ધુમાડાના ગોટેગોટા કિલોમીટરો દૂર સુધી દેખાયા

ભરૂચઃ અંકલેશ્વર જીઆઈડીસીમાં ભીષણ આગ લાગવાનો બનાવ સામે આવ્યો છે. જીઆઇડીસીમાં આવેલી કેમેક્સ લિમિટેડ કંપનીમાં ભીષણ આગ લાગી હતી. ઉલ્લેખનીય છે કે, કયા કારણોસર આગ લાગી છે તે જાણવા મળ્યું નથી અને આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી
આગ લાગતા ધુમાડાના ગોટેગોટા કિલોમીટરો દૂર સુધી દેખાતા હતા. આ ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની 5 ટીમ ઘટનાસ્થળે આવી પહોંચી હતી અને પાણીનો મારો ચલાવીને આગ બુઝાવવાના પ્રયત્નો હાથ ધર્યા હતા
(6:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
