News of Wednesday, 31st July 2024
આણંદ:શ્રાવણ મહિનાની શરૂઆત પહેલા જ ધમધમતા જુગારધામ પર પોલીસે દરોડા પાડયા:જુદા જુદા વિસ્તારમાંથી 12 હજારની રોકડ સાથે જુગારીની ધરપકડ કરવામાં આવી

આણંદ: શહેર, આંકલાવડી અને વીરસદમાં પોલીસે દરોડાઓ પાડીને જુગાર રમતાં કુલ ૧૨ શખ્સોને ૧૨ હજાર ઉપરાંતની રોકડ રકમ સાથે ઝડપી પાડીને જુગાર ધારાની જુદી-જુદી કલમો હેઠળ ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ઘરી હતી.
શહેર પોલીસે ગઈકાલે સાંજના સુમારે બોરસદ ચોકડી પાસે આવેલી એકતાનગર ઝુંપડપટ્ટીમાં છાપો મારતાં પત્તા પાનાનો જુગાર રમતાં શખ્સોમાં નાસભાગ મચી જવા પામી હતી. પોલીસે સુનિલ અર્જુનભાઈ દંતાણીને ઝડપી પાડ્યો હતો. જ્યારે કિરણ ઉર્ફે છરીવાળા સરાણીયા સહિત કેટલાક શખ્સો ફરાર થઈ જવા પામ્યા હતા. પોલીસે ૧૧૧૦ રૂપિયાની રોકડ રકમ જપ્ત કરીને કાર્યવાહી હાથ ઘરી હતી.
બીજા બનાવમાં શહેર પોલીસે આજે બપોરના સુમારે સામરખા ચોકડી પાસે આવેલી જવાહરનગર ઝુંપડપટ્ટીમાં છાપો મારીને અલ્તાફમીંયા અબ્દુલગની મલેક, યોગેશ રમણભાઈ ઠાકોર અને નરેશભાઈ દેવાભાઈ પારગીને જુગાર રમતાં ઝડપી પાડીને તેમની પાસેથી રોકડા ૨૦૫૦ જપ્ત કર્યા હતા. ત્રીજા બનાવમાં વાસદ પોલીસે ગઈકાલે સાંજના સુમારે આંકલાવડી ગામની લ-મીપુરા સીમમાં છાપો માર્યો હતો. જ્યાં જુગાર રમતાં ઈશ્વરભાઈ દલપતભાઈ પઢિયાર (અડાસ), સંજય સોમાભાઈ જાદવ (વડોદ), અમરસિંહ ઉર્ફે જીગો ઉદેસિંહ પરમાર (આંકલાવડી), અજય દેવાબાઈ પઢિયાર (ભેટાસી)અને વિષ્ણુ અમરસિંહ પઢિયાર (ભેટાસી)ને ઝડપી પાડ્યા હતા. તેમની અંગજડતી અને દાવ પરથી રોકડા ૯૭૩૦ રૂપિયા મળી આવતાં તે જપ્ત કર્યા હતા. જ્યારે વીરસદ પોલીસે આજે સાંજના છ વાગ્યાના સુમારે ખોડીયારપુરા વિસ્તારમાં આવેલા ખેતરમાં દરોડો પાડીને સંજય રામાભાઈ ઠાકોર, ભરત ઉર્ફે કાળો રાવજીભાઈ ઠાકોર અને રમેશ ઉર્ફે જાડીયો કાંતિભાઈ ઠાકોરને જુગાર રમતાં ઝડપી પાડીને તેમની પાસેથી રોકડા ૧૨૪૦ જપ્ત કરીને કાર્યવાહી હાથ ઘરી હતી.
(6:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
