<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 31st July 2024

રાજય સભામાં પોરબંદરના પુર અસરગ્રસ્‍તોનો પ્રશ્‍ન ઉઠાવતા શકિતસિંહ ગોહિલ

તાત્‍કાલિક અસરથી કેશડોલ્‍સ આરોગ્‍ય સહાય શુધ્‍ધજલ અને પૌષ્‍ટિક આહારા પહોંચાડવા માંગણી

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા. ૩૧ :  કોંગ્રેસ પ્રદેશ અધ્‍યક્ષ અને રાજયસભાના સાંસદ શકિતસિંહ ગોહિલે રાજયસભાના ચાલુ સત્રના શુન્‍યકાળમાં પોરબંદર જિલ્લાના ઘેડ પંથક, બરડા પંથક અને શહેરના કેટાલક વોર્ડ વિસ્‍તારોમાં ખુબ મોટા પ્રમાણમાં પાણી ભરાય જતા અનેક અસરગ્રસ્‍તોને ખુબ મોટુ આર્થિક નુકશાન ભોગવવું પડયું છે તેમ જણાવ્‍યું હતું.

આવા અસરગ્રસ્‍ત લોકોને તાત્‍કાલિક અસરથી કેશ ડોલ્‍સ, આરોગ્‍ય સહાય અને શુદ્ધ જલ તથા પૌષ્ટિક આહારની મદદ મળે તેવા હેતુથી જિલ્લા કોંગ્રેસ સમિતિની ટીમે મુખ્‍યમંત્રી શ્રી, માનનીય વિરોધપક્ષના નેતાશ્રી અમિત ચાવડાજી અને પ્રદેશ અધ્‍યક્ષશ્રી શક્‍તિસિંહ ગોહિલને તાકીદ નો પત્ર ઇમેઇલથી પાઠવેલ હતો જેના અનુસંધાને પ્રદેશ પ્રતિનિધિ મંડળ દોડી આવ્‍યું હતું અને એમણે તૈયાર કરેલ રીપોર્ટના આધારે અને સ્‍થાનિક કોંગ્રેસ આગેવાનોએ એકત્ર કરેલ માહિતીના આધારે શક્‍તિસિંહે રાજ્‍યસભામાં આ પ્રશ્‍નારાજયસભાના સત્રમાં  મુકયા હતા.

(12:27 PM IST)