તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 24th July 2024
રાજ્યના ચાંદીપુરાનો વધતો કહેર :નવા 17 શંકાસ્પદ કેસ નોંધાયા:વધુ 2 બાળકોના મોત:મૃત્યુઆંક 41 પર પહોંચ્યો
આરોગ્યની ટીમ દ્વારા પોઝીટીવ અને શંકાસ્પદ મળેલ દર્દીના ઘર અને આસપાસનાં વિસ્તારના ઘરો મળીને કુલ 38,670 ઘરોમાં સર્વિલન્સની કામગીરી કરાઈ

અમદાવાદ : છેલ્લા કેટલાક દિવસથી ગુજરાતમાં બાળકોમાં વાયરલ એન્કેફેલાઈટીસ (ચાંદીપુરા)ના કેસો સતત સામે આવી રહ્યાં છે. વીતેલા 24 કલાકમાં નવા 17 શંકાસ્પદ કેસ સામે આવ્યા છે. જ્યારે આજ સમયગાળા દરમિયાન વધુ 3 બાળ દર્દીઓ મોતને ભેટ્યા છે.
ગુજરાત સરકારના આરોગ્ય વિભાગ દ્વારા જારી કરવામાં આવેલા આંકડા અનુસાર, વાયરલ એન્કેફ્લાઈટીસના 118 શંકાસ્પદ કેસ પૈકી સાબરકાંઠા-10, અરવલ્લી- 06, મહીસાગર-02, ખેડા-06, મહેસાણા-07, રાજકોટ-05, સુરેન્દ્રનગર-04, અમદાવાદ કોર્પોરેશન-11, ગાંધીનગર-06, પંચમહાલ-15, જામનગર-06, મોરબી-05, ગાંધીનગર કોર્પોરેશન-03, છોટાઉદેપુર- 02, દાહોદ-02, વડોદરા-06, નર્મદા-02, બનાસકાંઠા-05, વડોદરા કોર્પોરેશન-02, ભાવનગર-01 દેવભૂમિ દ્વારકા-01, રાજકોટ કોર્પોરેશન-04 કચ્છ-01, સુરત કોર્પોરેશન-02, ભરૂચ-02, અમદાવાદ- 01 તેમજ જામનગર કોર્પોરેશન-01 શંકાસ્પદ કેસો મળી આવ્યા છે.
આ તમામ પૈકી સાબરકાંઠા-03, અરવલ્લી-02, મહીસાગર-01, ખેડા-01, મહેસાણા-02, સુરેન્દ્રનગર- 01, અમદાવાદ કોર્પેરેશન-02, ગાંધીનગર-01, પંચમહાલ-03, જામનગર-01, મોરબી-01, દાહોદ-01, , વડોદરા-01, બનાસકાંઠા-01, દેવભૂમિ દ્વારકા-01, તેમજ કચ્છ-01 જિલ્લામાંથી ચાંદીપુરા કુલ-23 કેસ પોઝિટિવ મળેલ છે.
આ સિવાય 118 શંકાસ્પદ કેસ પૈકી સાબરકાંઠા-02, અરવલ્લી-03, મહીસાગર-02, ખેડા-01, મહેસાણા-02, રાજકોટ-03, સુરેન્દ્રનગર-01, અમદાવાદ કોર્પોરેશન-04, ગાંધીનગર-02, પંચમહાલ-05, જામનગર-01, મોરબી-03, ગાંધીનગર કોર્પેરેશન-02, દાહોદ-02, વડોદરા-01, બનાસકાંઠા-03, વડોદરા કોર્પોરેશન-01, દેવભૂમિ દ્વારકા-01, સુરત કોર્પોરેશન-01 તેમજ જામનગર કોર્પોરેશન-01 એમ કુલ-41 દર્દીઓ મૃત્યુ પામેલ છે.
અત્યારે રાજ્યના વાયરલ એન્કેફેલાઇટીસના 54 દર્દી દાખલ છે તથા 23 દર્દીઓને રજા આપેલ છે. રાજસ્થાનના કુલ-03 કેસો જેમાં-02 દર્દી દાખલ છે તેમજ-01 દર્દી મૃત્યુ પામેલ છે. તથા મધ્ય પ્રદેશનાં -02 કેસો જેમાં -02 દર્દી દાખલ છે.તેમજ મહારાષ્ટ્રનો -01 કેસ જેમાં -01 દર્દી દાખલ છે.
આરોગ્યની ટીમ દ્વારા પોઝીટીવ અને શંકાસ્પદ મળેલ દર્દીના ઘર અને આસપાસનાં વિસ્તારના ઘરો મળીને કુલ 38,670 ઘરોમાં સર્વિલન્સની કામગીરી કરવામાં આવેલ છે.
વાયરલ એન્કેફેલાઇટીસના પોઝીટીવ કેસો મળેલ તાલુકાના તમામ ગામોના તમામ કાચા ઘરોમાં તાત્કાલિક મેલેથિયોન પાવડરથી ડસ્ટિંગ/સ્પ્રેઈંગ કામગીરી ઘનિષ્ઠ તથા ઝડપી કરવા જણાવવામાં આવ્યું. વધુમા વાહજ જન્ય રોગ અટ્કાયતી પગલા લેવા તમામ જિલ્લાઓમા જણાવવામાં આવ્યુ હતું
કુલ 4,68,581 કાચા ઘરોમાં મેલેથિયોન પાવડરથી ડસ્ટિંગ કામગીરી કરવામાં આવેલ છે. કુલ 1,05,775 કાચા ધરોમાં સ્પ્રેઇંગ કામગીરી કરવામાં આવેલ છે.
કુલ 17,112 શાળામાં મેલેથિયોન પાવડરથી ડસ્ટિંગ અને કુલ 1,000 શાળામાં સ્પ્રેઇંગ કામગીરી કરવામાં આવેલ છે.
કુલ 18,313 આંગડવાડીમાં મેલેથિયોન પાવડરથી ડસ્ટિંગ અને કુલ 814 આંગડવાડીમાં સ્પ્રેઇંગ કામગીરી કરવામાં આવેલ છે.
(10:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
