તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 24th July 2024
સાંજે અમદાવાદમાં ઠંડા પવન સાથે વરસાદ તૂટી પડ્યો : નીચાણવાળા વિસ્તારોમાં રસ્તા પર નદીઓ વહેવા લાગી
વાહન ચાલકો અટવાતા ઠેર-ઠેર ટ્રાફિક જામના દ્રશ્યો: એસ.જી હાઈવે, સિંધુ ભવન રોડ, જજીસ બંગલો, બોડકદેવ, બોપલ, એલિસબ્રિજ, પાલડી, વસ્ત્રાપુર, આશ્રમ રોડ, રાણીપ, મણીનગર, શાહપુર, દરિયાપુર, લાલદરવાજા, શેલા, ઘીકાંટા, જમાલપુર, ચાંદખેડા, ચકુડિયા મહાદેવ, વિરાટનગર સહિતના વિસ્તારોમાં વરસાદ

અમદાવાદ : આજે સમી સાંજે અંત આવ્યો હોય તેમ સાંજે 5 વાગ્યાની આસપાસ શહેરનું આકાશ કાળા ડિબંગા વાદળોથી ઘેરાઈ ગયું હતુ. જે બાદ એકાએક ઠંડો પવન ફૂંકાવા સાથે શહેરના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ તૂટી પડ્યો હતો.
શહેરના એસ.જી હાઈવે, સિંધુ ભવન રોડ, જજીસ બંગલો, બોડકદેવ, બોપલ, એલિસબ્રિજ, પાલડી, વસ્ત્રાપુર, આશ્રમ રોડ, રાણીપ, મણીનગર, શાહપુર, દરિયાપુર, લાલદરવાજા, શેલા, ઘીકાંટા, જમાલપુર, ચાંદખેડા, ચકુડિયા મહાદેવ, વિરાટનગર સહિતના વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે.
અચાનક તૂટી પડેલા વરસાદના કારણે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં રસ્તા પર નદીઓ વહેવા લાગી હતી. જેથી વાહન ચાલકો અટવાતા ઠેર-ઠેર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. નોકરિયાત અને ધંધાદારી વર્ગના ઘરે જવાના સમયે વરસાદ તૂટી પડતા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
આગામી 3 કલાક અમદાવાદ માટે ભારે હોવાનું કહેવાઈ રહ્યું છે. હકીકતમાં હવામાન વિભાગે આગામી 3 કલાક દરમિયાન અમદાવાદ ઉપરાંત મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, કચ્છ અને ગાંધીનગરમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે.
જણાવી દઈએ કે, અગાઉ 15 જુલાઈએ અમદાવાદ શહેરમાં સરેરાશ 2 ઈંચ જેટલો ધોધમાર વરસાદ ખાબક્યો હતો. એ દિવસે તોફાની પવન સાથે તૂટી પડેલા વરસાદના કારણે શહેરના અનેક ભાગોમાં વૃક્ષો ધરાશાયી થવાની તેમજ પાણી ભરાવાની ફરિયાદોથી કંટ્રોલ રૂમનો ફોન સતત રણકતો રહ્યો હતો.
(9:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
