તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 24th July 2024
વડોદરાના વાઘોડિયા તાલુકાના જુના રામપુરા ગામે પત્ની સાથે થયેલ ઝઘડાનું લાગી આવતા ઘરમાંથી નીકળેલ યુવાનનું અકસ્માતમાં મૃત્યુ

વડોદરા: વાઘોડિયા તાલુકાના જૂના રામપુરા ગામમાં રહેતો યુવાન પત્ની સાથે બોલાચાલી થતા ઘરમાંથી નીકળી ગયા બાદ બાઇક રોડ પર સ્લીપ થઇ જતાં તેને માથામાં ગંભીર ઇજા થવાથી કરૃણ મોત નિપજ્યું હતું.
આ અંગેની વિગત એવી છે કે જૂના રામપુરા ગામમાં રહેતો સતિષ રાજેન્દ્ર વસાવા (ઉ.વ.૨૪)નો તા.૨૦ના રોજ રાત્રે પત્ની સોનલ સાથે ઝઘડો થયો હતો. પતિ અને પત્ની વચ્ચે ઝઘડા બાદ સતિષ ઘરમાંથી નીકળી ગયો હતો અને બાઇક લઇને વડોદરા તરફ જતી વખતે રાત્રે ખટંબા ગામ પાસે બાઇક અચાનક સ્લીપ થઇ જતાં તેને માથામાં ગંભીર ઇજા થઇ હતી.
ઇજાગ્રસ્ત સતિષને લીમડા ખાતેની હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવાયો હતો જ્યાં તેનું ટૂંકી સારવાર દરમિયાન બેભાન અવસ્થામાં જ મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મૃતકના પિતરાઇભાઇ અજય વસાવાએ વરણામા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
(6:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
