તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 24th July 2024
ગુરુપૂર્ણિમા એટલે વ્યાસ પૂજનનો દિવસ. ગુરુ પૂર્ણિમા એટલે ભારત વર્ષની સંત પરંપરાને વંદન કરવાનું મહાન પર્વ: શાસ્ત્રી માધવપ્રિયદાસજી સ્વામી SGVP ગુરુકુલમાં ૧૦,૦૦૦ ઉપરાંત હરિભકતોની ઉપસ્થિતિમાં ઉજવાયેલ ગુરુ પૂર્ણિમામહોત્સવ

અમદાવાદ તા. ૨૨ કાર્યક્રમની શરુઆતે એસજીવીપી હોસ્ટેલના વિદ્યાર્થીઓએ 50 ફુટનો હાર સ્વામીજીને પહેરાવી પૂજન કર્યુ હતુ. ત્યાર બાદ તમામ ગુરુકુલના ટ્રસ્ટીઓ ,ગુરુકુલના તમામ સંતોએ ગુરુકુલના અધ્યક્ષ શ્રી માધવપ્રિચદાસજી સ્વામી, પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામી, પુરાણી હરિસ્વરુદાસજી સ્વામીનું હાર પહેરાવી પૂજન કર્યુ હતું.
આ પ્રસંગે આશીર્વાદ આપતા સ્વામીજીએ જણાવેલ કે આપણો મૂળ ધર્મ એ વેદ ધર્મ છે. જેટલા પરમાત્મા નારાયણ આદિ અનાદિ છે એટલા જ વેદો પણ આદિ અનાદિ છે. ૧૮ પુરાણો અને મહાભારત, આદિ ઇતિહાસ ગ્રન્થો વેદની પુષ્ટી કરનારા છે. તેથી જે સંપ્રદાયનો વેદો સાથે સંબંધ હોય એજ ખરા અર્થમાં સંપ્રદાય કહેવાય છે. અહીં સગુણ અને નિર્ગુણની ઉપાસના થાય છે. વેદ ધર્મમા સાકાર અને નિરાકાર પરંપરા - બેયનો સમન્વય થયેલ છે અને સ્વીકાર પણ થયેલ છે. આ માત્ર ફિલોસોફી નથી, બૂદ્ધિ માંથી પ્રગટેલ કોરું ચિંતન નથી, પણ આપણા ઋષિમુનીઓની આંતર સ્ફુરણા-પ્રજ્ઞામાંથી પ્રગટ થયેલ છે. અહી વૃક્ષની, જળની, અગ્નિ, પૃથ્વીની પૂજા થાય છે. તેથી જ હિન્દુ ધર્મ સ્થાવર જંગમ સર્વ સૃષ્ટિ પ્રત્યે આદર હોવાથી વિશ્વવ્યાપી બન્યો છે.
ગુરુના ગુરુતો ભગવાન નારાયણ છે. જે આપણી સામેજ રામ શ્યામ અને ઘનશ્યામ સ્વરુપે બિરાજીત છે. ખરેખર તો ગુરુપૂર્ણિમા એટલે વ્યાસ પૂજનનો દિવસ. ગુરુ પૂર્ણિમા એટલે ભારત વર્ષની સંત પરંપરાને વંદન કરવાનું મહાન પર્વ. સમગ્ર દેશમાં અનેક પર્વો ઉજવાય છે. તેમાં ગુરુપૂર્ણિમાનું પર્વ ભારતીય સંસ્કૃતિનું શિરમોડ પર્વ છે. વેદ વ્યાસ ભગવાને શ્રીમદ્ ભાગવત, મહાભારત આદિ ગ્રન્થોની રચના અને વેદોના ચાર ભાગ કરી ભારતીય સંસ્કૃતિને વિશ્વના ગુરુ સ્થાને મૂકી છે. કાર્યક્મને અંતે તમામ આવેલ હરિભકતોને પ્રસાદ પીરસવામા આવ્યો હતો.
(5:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
