<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 24th July 2024

બોરસદમાં બારેમેઘ ખાંગાઃ ૪ કલાકમાં ૧૩ ઇંચઃ તિલકવાડામાં ૭ તો ભરૂચમાં ૬ાા ઇંચ

નસલવાડી-ઝઘડીયા-હાંલોટ-નાંદોદ-અંકલેશ્વર-વાગરા-સિનોર-વાલિયા-ક્ષેત્રમાં ૩ાા થી પ ઇંચ આણંદની સ્‍થિતિ ખરાબઃ નવસારીના સેંકડો લોકોનું સ્‍થળાંતરઃ કાવેરી નદીનું જળ વધ્‍યું: બોરસદમાં કલેકટરની ટીમો દોડી

રાજકોટ તા. ર૪ :.. બંગાળની ખાડીના લો પ્રેસરે મધ્‍ય ઉત્તર ગુજરાત તરફ અંધાંધૂંધ વરસાદ વરસાવાનું શરૂ કરી છે, આણંદના બોરસદમાં બારે મેઘ ખાંગા થયા છે, માત્ર ૪ કલાકમાં આજે ૧૩ ઇંચ વરસાદ તૂટી પડતા બોરસદ પાણી પાણી થયું છે, કલેકટરની ટીમો દોડી ગઇ છે, આ ઉપરાંત નસલવાડી-ઝઘડીયા-હાંલોટ-નાંદોદ-અંકલેશ્વર-વાગરા-સિનોર-વાલિયા ક્ષેત્રમાં ૩ાા થી પ ઇંચ તો તિલકવાડામાં ૭ અને ભરૂચમાં દે ધનાધન ૬ાા ઇંચ વરસાદ આજે પડયો છે. નવસારીના વિજલપુરનું તળાવ ઓવરફલો થતા ચંદનવન સોસાયટીમાં પાણી ઘુસી ગયા છે, આણંદમાં સ્‍થિતિ ખરાબ બની છે, માત્ર ર કલાકમાં ૪ાા ઇંચ વરસાદ પડયો છ.ે નવસારીના વિજલપોર વિસ્‍તાર જળબંબાકાર બની ગયો છે.

(4:44 PM IST)