તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 24th July 2024
૧૨ મકાન, ૪ પ્લોટ, ૪ બાઇક અને ૩ કાર વ્યાજખોરો પાસેથી લોકોને સુરત પોલિસે પરત અપાવ્યા
ગુજરાતના ઇતિહાસની અભૂતપૂર્વ ઘટના : ૫૮ ગુન્હા દાખલ કરી ૯૪ આરોપીઓની ધરપકડ કરતા ગુજરાતભરમાં ખળભળાટ મચી ગયો છે : અકિલા સમક્ષ પીસીબી પીઆઇ આર.એસ.સુવેરા રસપ્રદ વાતો વર્ણવે છે લોકોને વ્યાજખોરો સામે જાગૃત કરવા ૨૫ જેટલા લોક દરબાર યોજી સામાન્ય માણસોની મિલકત પરત અપાવતા લોકોને અનુપમસિંહ ગેહલોત તથા તેમની ટીમમાં ઇશ્વરના દર્શન થયા હોય તે રીતે ભાવુક દ્રશ્યો સર્જાયા હતા

રાજકોટ તા. ૨૪ : જરૂરિયાતમંદ લોકોને અજગર ભરડો લેવા સાથે લોકો પાસે નિર્દય બની લોકોની લાચારીનો ફાયદો ઉઠાવી બેફામ બની વ્યાજ વસૂલતા વ્યાજખોરો સામે માત્ર ગુન્હા દાખલ કરી સંતોષ માનવાને બદલે સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત ટીમ દ્વારા નક્કર કાર્યવાહી કરી ગરીબ અને મધ્યમ વર્ગના વ્યાજખોરો દ્વારા પચાવી પાડેલ ૧ ડઝન મકાન, ૪ પ્લોટ, ૪ બાઇક અને ૩ કાર ગૃહમંત્રી હર્ષ સંઘવી હસ્તે પરત અપાવતા ગુજરાતભરમાં સુરતના પોલીસ તંત્રની કામગીરીનો ડંકો વાગવા સાથે લોકોએ સીપી અનૂપમસિહ ગેહલોત અને તેની ટીમમાં ભગવાનના દર્શન થયા હોય તેમ લોકો ભાવુક બન્યા અને ભાવવાહી દ્રશ્યો સર્જાયા હતા.
ઉકત બાબતે અકિલા સમક્ષની વાતચીતમાં પીસીબી પીઆઇ આર.એસ. સુવેરા દ્વારા સમગ્ર બાબતે તેમના વર્ષોનાં આધારે જે તારણ કાઢ્યું તેનું ખૂબ અભ્યાસપૂર્ણ જે તારણ કાઢેલ છે તે ખૂબ રસપ્રદ હોય અત્રે પ્રસ્તુત કરેલ છે.
અત્રે એ યાદ રહે કે અનુપમસિંહ ગેહલોત દ્વારા પોતાના રાજકોટના કાર્યકાળ દરમિયાન એક શિક્ષક દંપતિ સહિત એક ડઝન ગરીબ અને મધ્યમવર્ગના લોકોના મકાન પચાવી પાડનારને પોલીસ ધારે તો શું કરી શકે તેનો આગવી ઢબે પરચો બતાવી પરસેવાની કમાણીથી ખરીદેલ મિલકત પરત અપાવતા આ બાબત ખૂબ વાયરલ બનેલ
(3:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
