<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 24th July 2024

ભારે વરસાદના કારણે કીમ માંડવી સ્ટેટ હાઈવે પર વરસાદી પાણી ફરી વળ્યા :વાહન ચાલકોને હાલાકી

ભારે વરસાદને લઈને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાના દ્રશ્યો સામે આવ્યા

સુરત શહેરમાં છેલ્લા 4 દિવસથી વરસાદી માહોલ છે. બીજી તરફ આજે સુરત જિલ્લામાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો છે. આજે ઓલપાડ, માંગરોળ, ઉમરપાડા, માંડવી,કામરેજ, સુરત શહેર,ચોર્યાસી, પલસાણા, બારડોલી અને મહુવામાં વરસાદ નોંધાયો હતો. જિલ્લામાં પણ ભારે વરસાદને લઈને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાના દ્રશ્યો સામે આવ્યા હતા.

સુરત જિલ્લામાં કીમ માંડવી સ્ટેટ હાઈવે પર વરસાદી પાણી ફરી વળ્યા હતા. જેને લઈને વાહન ચાલકોને હાલાકી પડી હતી. માંગરોળના નવાપુરા ગામ પાસે રોડ પર નદી વહેતી હોય તેવા દૃશ્યો સામે આવ્યા હતા. ગઈકાલ રાતથી સતત વરસાદને લઈને વાતાવરણમાં ઠંડક પ્રસરી છે અને કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે.

(1:24 PM IST)