તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 24th July 2024
સુરતમાં એકધારા અનરાધાર વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા : લોકોને પારાવાર મુશ્કેલી
માંગરોળ તાલુકાના વાંકલમાં SDRFની ટીમ દ્વારા 21 લોકોને રેસ્કયુ કરાયા

સુરત જિલ્લામાં છેલ્લા ચાર-પાંચ દિવસથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. આજે પણ સવારથી મેઘ મહેર જોવા મળી રહી છે. ભારે વરસાદના પગલે શહેર-જિલ્લામાં મોટાભાગના વિસ્તારો પાણીમાં ગરકાવ થઇ ગયા છે. અવિરત વરસી રહેલા વરસાદના કારણે નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો છે. જિલ્લાના માંગરોળ તાલુકાના વાંકલમાં SDRFની ટીમ દ્વારા 21 લોકોને રેસ્કયુ કરાયા હતા.
સુરત શહેરમાં છેલ્લા 4 દિવસથી વરસાદી માહોલ છે. તો બીજી તરફ આજે સુરત જિલ્લામાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો છે. આજે ઓલપાડ, માંગરોળ, ઉમરપાડા, માંડવી,કામરેજ, સુરત શહેર,ચોર્યાસી, પલસાણા, બારડોલી અને મહુવામાં વરસાદ નોંધાયો હતો. જિલ્લામાં પણ ભારે વરસાદને લઈને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાના દ્રશ્યો સામે આવ્યા હતા.
સુરત જિલ્લામાં કીમ માંડવી સ્ટેટ હાઈવે પર વરસાદી પાણી ફરી વળ્યા હતા. જેને લઈને વાહન ચાલકોને હાલાકી પડી હતી. માંગરોળના નવાપુરા ગામ પાસે રોડ પર નદી વહેતી હોય તેવા દૃશ્યો સામે આવ્યા હતા. ગઈકાલ રાતથી સતત વરસાદને લઈને વાતાવરણમાં ઠંડક પ્રસરી છે અને કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે.
(1:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
