તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 18th July 2024
ગુજરાતના વધુ એક આઇ.એ.એસ. અધિકારી કેન્દ્રમાં જશે
કલેકટર કક્ષાના અધિકારી કેન્દ્રીય મંત્રીના અંગત સચિવ તરીકે જઇ રહ્યાના વાવડ

રાજકોટ તા. ૧૮ :.. ગુજરાતના આઇ. એ. એસ. કેડરના વધુ એક અધિકારી કેન્દ્રમાં ડેપ્યુટેશન પર જઇ રહ્યાના વાવડ છે. ગુજરાતના વિસ્તારની દ્રષ્ટિએ એક મોટા જિલ્લામાં કલેકટર તરીકે ફરજ બજાવી રહેલા અને અગાઉ સૌરાષ્ટ્રમાં બે જિલ્લામાં ફરજ બજાવી ચૂકેલા આ યુવાન અધિકારી એક કેન્દ્રીય કેબીનેટ મંત્રીના અંગત સચિવ તરીકે જઇ રહ્યાનું જાણવા મળેલ છે. સત્તાવાર હુકમ ટૂંક સમયમાં જ થવાનો નિર્દેષ છે.
(2:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
