<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 18th July 2024

બાળકો માટે ખતરનાક બનેલો ચાંદીપુરા વાયરસ શું છે?:જાણો તેના લક્ષણો તથા બચવા માટેના ઉપાયો

કેવી રીતે પડ્યું ચાંદીપુરા વાયરસ નામ: ચાંદીપુરા વાયરસથી કોને છે જોખમ?

ગુજરાતમાં ચાંદીપુરા વાયરસને ભારે આતંક મચાવ્યો છે.આ વાયરસે ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ તથા રાજસ્થાન જેવા રાજ્યોમાં કહેર વર્તાવ્યો છે.ગુજરાતમાં આ વાયરસના ફેલાવા અંગેની વાત કરવામાં આવે તો તે લગભગ ચાર જિલ્લામાં ફેલાયો છે અને તે બાળકોને નિશાન બનાવે છે. આ વાયરસને લીધે અત્યાર સુધીમાં 10 જેટલા બાળકોના મોત થયા છે.

ચાંદીપુરા વાયરસના લક્ષણ ફ્લૂ જેવા હોવાને લીધે લોકો તેને સામાન્ય તાવ સમજીને નજર-અંદાજ કરી દે છે. આ સંજોગોમાં બાળકો માટે તે ઘાતક સાબિત થઈ શકે છે. આજે આપણે ચાંદીપુરા વાયરસના ઉદભવ, તેના લક્ષણ તથા બચાવને લગતી બાબતો અંગે ચર્ચા કરશું.
ગુજરાતના સ્વાસ્થ મંત્રી રુષિકેશ પટેલે માહિતી આપી હતી કે રાજ્યમાં અનેક જગ્યાએ ચાંદીપુરા વાયરસના કેસ સામે આવ્યા છે. તેને લીધે ડરવાની કોઈ જરૂર નથી. જોકે આ અંગે સાવધાન રહેવાની જરૂર છે.

હાલમાં રાજ્યના કેટલાક જિલ્લામાં શંકાસ્પદ ચાંદીપુર વાયરસના કેસ નોંધાયેલ છે. જે સેન્ડ ફ્લાય (માટીની માખ) દ્વારા ફેલાય છે.

જેના લક્ષણોમાં હાઇગ્રેડ તાવ, ઝાડા, ઉલટી, ખેંચ આવવી અને અર્ધ બેભાન કે બેભાન થઇ જવું સામાન્યત: જોવા મળે છે.

૦ થી ૧૪ વર્ષના બાળકો ને આ બીમારીની સંભાવના

ચાંદીપુરા બીમારી એક વાયરસજન્ય છે અને ફ્લૂને લીધે મગજના તાવ જેવી ગંભીર બીમારીનું કારણ બની જાય છે.આ વાયરસનું નામ ચાંદીપુરા એટલા માટે પડ્યું કે કેમ કે વર્ષ 1965માં મહારાષ્ટ્રના ચાંદીપુરા ગામમાં પ્રથમ વખત આ વાયરસનો પ્રથમ કેસ સામે આવ્યો હતો.તે સમયે લોકોમાં આ રહસ્યમય બીમારીને લીધે દહેશતનો માહોલ સર્જાયો હતો. અનેક દર્દીઓના લોહીના નમૂનાની તપાસ કરવામાં આવી હતી, જેમાં મોત માટે આ વાયરસ જવાબદાર હોવાનું માલૂમ પડ્યું હતું.આ વાયરસ રબડોવિરિડે ફેમિલીના એક RNA વાયરસ છે. આ વાયરસ કીટક, મચ્છર તથા માખીથી ફેલાય છે.

ચાંદીપુરા વાયરસના લક્ષણો કયાં છે: ચંડીપુરા વાયરસના સૌથી સામાન્ય લક્ષણોની વાત કરવામાં આવે તો તે ખૂબ જ તાવ આવે છે અને તે સતત વધતો જાય છે.બાળકને ઉલ્ટી, ઝાડા થાય છે તથા માથુ દુખવા લાગે છે. ઘણી વખત તો બાળકો સખત માથાના દુખાવા સાથે બેભાન પણ થઈ શકે છે.

ચાંદીપુરા વાયરસથી કોને છે જોખમ:ચાંદીપુરા વાયરસથી બાળકોને સૌથી વધારે જોખમ રહેલુ છે. અત્યાર સુધી નોંધાયેલા વાયરસને લીધે થયેલા ચેપના તમામ કિસ્સામાં સૌથી વધારે સંખ્યામાં બાળકોની છે.આરોગ્ય મંત્રી રૂષિકેશ પટેલા જણાવ્યા પ્રમાણે આ વાયરસ 9 મહિનાથી 14 વર્ષના બાળકોને અસર કરે છે. ચાંદીપુરા વાયરસથી લડવા માટે જરૂરી વ્યવસ્થા કરવામાં આવી રહી છે.મચ્છરો અને અન્ય જંતુઓને મારવા માટે વિસ્તારોમાં જંતુનાશકો અને જંતુનાશકોનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે.

ચાંદીપુરા વાયરસથી કેવી રીતે બચી શકાય છે: મચ્છરનોનો ઉપદ્રવ વધતો હોય તેવા કીટનાશકો અને પેસ્ટીસાઈડ્સનો છંટકાવ કરવો,બાળકોને મચ્છર ન કરડે તે માટે પૂરા શરીરને ઢાકે તેવા ફુલ સ્લીવ્સના પોશાક પહેરાવો,શરૂઆતી લક્ષણો દેખાય તો તેને ગંભીરતાથી ધ્યાનમાં લો, પીડિતે તાત્કાલિક ડોક્ટર પાસે લઈ જાઓ.

(6:44 PM IST)