<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 18th July 2024

વડોદરાની સયાજી હોસ્પિટલમાં શંકાસ્પદ ચાંદીપુરાના 7 દર્દીઓ નોંધાયા:3 બાળકોના મોત :4 સારવાર હેઠળ

સેમ્પલ ટેસ્ટિંગ માટે પુણેની લેબમાં મોકલી અપાયા ;હજી સુધી એક પણ રિપોર્ટ નથી આવ્યો.;આ તમામ રિપોર્ટ પેન્ડિંગ

વડોદરા ;ગુજરાતમાં છેલ્લા 10-15 દિવસથી શંકાસ્પદ ચાંદીપુરા વાયરસે હાહાકાર મચાવ્યો છે. રાજ્યમાં અત્યારસુધીમાં 14 બાળકોના મૃત્યુ થયા છે. રાજ્યમાં શંકાસ્પદ ચાંદીપુરાના નોંધાયા છે. ત્યારે વડોદરાની સયાજી હોસ્પિટલમાં અત્યારસુધીમાં 7 શંકાસ્પદ કેસ સામે આવ્યા છે. વડોદરા જિલ્લાની આસપાસના દર્દીઓને સારવાર અર્થે સયાજી હોસ્પિટલ લવાયા હતા. જેમાંથી 3 બાળકોના મોત થયાં છે. જ્યારે ચાર બાળકો હાલ સારવાર હેઠળ છે. જેમાંથી બે બાળકો આઇસીયુમાં છે.

સયાજી હોસ્પિટલના બાળરોગ વિભાગના હેડ ર્ડો. ઓમપ્રકાશ શુક્લાએ જાણવ્યું હતું કે, તમામ બાળકોના સેમ્પલ લેવામાં આવ્યા છે અને આ સેમ્પલને ટેસ્ટિંગ માટે પુણેની લેબમાં મોકલી આપવામાં આવ્યા છે. પરંતુ હજી સુધી એક પણ રિપોર્ટ નથી આવ્યો. અને આ તમામ રિપોર્ટ પેન્ડિંગ બોલાય છે. આ તમામ દર્દીઓ 1 થી 6 વર્ષની વયના છે. જેમાં પંચમહાલ, ગોધરા અને છોટા ઉદેપુરથી દર્દીઓ આવ્યા હતા. હાલ વડોદરા જિલ્લા કે વડોદરાની આસપાસથી કોઈ દર્દી નોંધાયું નથી. દર્દીઓમાં વધારો થશે તો એસ.એસ.જીમાં એક અલાયદો વોર્ડની વ્યવસ્થા કરવામાં આવશે. કલેકટર દ્વારા આરોગ્ય વિભાગની બેઠક પણ બોલાવાઈ છે.

સરકાર દ્વારા શંકાસ્પદ ચાંદીપુરાના કેસ અંગેની જાહેર કરવામાં આવેલી વિગતો અનુસાર, રાજ્યમાં 26 કેસ સામે આવ્યા છે. તેમજ અન્ય રાજ્ય મધ્ય પ્રદેશ અને રાજસ્થાનના 3 કેસ મળી કુલ 29 દર્દીઓ નોંધાયા હતા. જેમાંથી 1 કેસ કન્ફર્મ થયો હતો. કન્ફર્મ થયેલા કેસોમાં એક કેસ અરવલ્લી જિલ્લાનો છે. રાજ્યમાં શંકાસ્પદ ચાંદીપુરાથી 14 દર્દીના મોત થયા છે. તેમજ અન્ય રાજ્યના એક દર્દીને મળી કુલ મૃત્યુઆંક 15એ પહોંચ્યો છે.

(1:19 PM IST)